એપશહેર

બસ અને ટ્રેન બાદ સોનુ સૂદે હવે ફ્લાઈટથી પ્રવાસીઓને પોતાના ઘરે મોકલ્યા 👏👏

I am Gujarat 6 Jun 2020, 11:08 am
I am Gujarat sonu sood sent migrants to home in flight
બસ અને ટ્રેન બાદ સોનુ સૂદે હવે ફ્લાઈટથી પ્રવાસીઓને પોતાના ઘરે મોકલ્યા 👏👏


સોનુએ હવે ફ્લાઈટથી લોકોને ઘરે મોકલ્યા

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યો છે અને તેના આ સારા કામની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. સોનુ સૂદે મુંબઈમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો શ્રમિકોને ટ્રેન અને બસ દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતના ઘણા રાજ્યોમાં મોકલ્યા. હવે એક્ટર બસ અને ટ્રેન બાદ વિમાનથી પ્રવાસીઓને ઘરે મોકલી રહ્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ઉત્તરાખંડના 180 પ્રવાસીઓને ઘરે મોકલ્યા

View this post on Instagram There is absolutely no one like @Sonu_Sood! The actor flew a total 180 migrants which comprised of patients, pregnant women & elderly people to their hometown in Uttarakhand today. The migrants were stranded on roads for several days & they reached out to the actor for help. *He has started the Ghar Bhejo initiative with @Goel.Neeti to get migrants reunited with their families! #sonusood #viralbhayani #airportdiaries @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Jun 5, 2020 at 4:33am PDT

લોકોને ઘરે મોકલવા મારી વ્યક્તિગત જવાબદારી

લોકોને ઘરે મોકલાને લઈને સોનુએ કહ્યું, હું ખરેખર ખૂબ ખુશ છું કે લોકો મારી પાસે પહોંચી રહ્યા છે. મને લાગે છે કે આ પ્રવાસીઓને ઘરે પહોંચવામાં મદદ કરવી મારી વ્યક્તિગત જવાબદારી છે અને જેમ મેં પહેલા કહ્યું કે જ્યાં સુધી દરેક પ્રવાસી મજૂરને તેના ઘરે નહીં પહોંચાડી દઉં હું રોકાઈશ નહીં.

બધાનું દિલ જીતી રહ્યો છે સોનુ

સોનુ સૂદે હાલમાં જ કેરળના એર્નાકુલમમાં ફસાયેલી 177 છોકરીઓને એરલિફ્ટ કરાવીને તેમના ઘરે મોકલી હતી. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત તમામ મોટા નેતાઓ સોનુ સૂદની પ્રશંસા કરી ચૂક્યા છે.

Read Next Story