એપશહેર

01 ઓક્ટોબર જન્મદિવસ રાશિફળ: પારિવારિક જીવન સુખદ રહેશે

આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા. કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ?

I am Gujarat 1 Oct 2021, 7:38 am
આજે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા નિગમનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા.
I am Gujarat ramnath k


આ વર્ષ સિંહ લગ્નમાં સુવર્ણ પાદથી પ્રવેશ કરી રહ્યું છે, જે મિશ્ર ફળકારક છે. ઓક્ટોબરના અંતે મહત્વાકાંક્ષી પ્રકૃતિવાળા જાતકોની મનોકામના પૂરી થશે. નવેમ્બર અને ડિસેમ્બરમાં રચનાત્મક કાર્યો માટે પ્રયત્નશીલ રહેશો. સમાજમાં માન-સન્માન વધશે.

જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2022માં સ્પર્ધાઓમાં જીત થશે. વાતચીતની ઉત્તમ શૈલીથી તમારો પ્રભાવ વધશે. માર્ચ અને એપ્રિલમાં અનિચ્છાએ ક્યાંક જવું પડી શકે છે. મે અને જૂનમાં પણ પ્રવાસના યોગ છે. જુલાઈથી ઓગસ્ટના અંત સુધીમાં મનની સમસ્યાઓનું સમાધાન પ્રકૃતિ સ્વયં કરી દેશે. વર્ષનો ઉત્તરાર્ધ ખુશીઓ લઈને આવી શકે છે.

સપ્ટેમ્બરમાં વાદ-વિવાદમાં શત્રુઓના પરાભવથી હર્ષ થશે. ગૃહ શાંતિ માટે ઓક્ટોબરમાં દરેક ગુરુવારે ચણાના દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો. પોતાની કાર્ય કુશળતાથી પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરશો. પારિવારિક જીવનમાં આગામી એક વર્ષ સુખદ અને સારું રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો