એપશહેર

11 મે જન્મદિવસ રાશિફળઃ ધન પ્રાપ્તિનો યોગ, દાંપત્ય જીવન સુખી રહેશે

આજે જેમનો જન્મદિવસ છે તેમને ખૂબ-ખૂબ શુભકામના. આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ સારું રહે તેવી શુભેચ્છા

I am Gujarat 11 May 2021, 7:07 am
આજે ટીવી એક્ટર કરણ ટેકર તેમજ બોલિવુડ એક્ટ્રેસ પૂજા બેદીનો જન્મદિવસ છે. તેની સાથે આજે જે લોકોનો પણ જન્મદિવસ છે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના.
I am Gujarat 11 may birthday horoscope for year 2021 to 2022
11 મે જન્મદિવસ રાશિફળઃ ધન પ્રાપ્તિનો યોગ, દાંપત્ય જીવન સુખી રહેશે


આ વર્ષ મંગળ વર્ષના સ્વામી છે. ચંદ્રમા પંચમ ભાવમાં હોવાથી તમારા વિશેષ પરિણામને ઉજાગર કરશે. બૌદ્ધિક પ્રયાસોમાં આશાતીત સફળતાનો હર્ષ થશે. કેટલાક જાતકોને મેથી જૂન સુધી અનિયોજિત રીતે ધન લાભનો અવસર મળશે. આ વર્ષ જુલાઈથી લઈને ઓગસ્ટમાં મંગળ ગ્રહ તમારા કર્મ ક્ષેત્રમાં હાવી રહેશે. આ સમય સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રહેશે.

આ વર્ષ નવેમ્બરથી ડિસેમ્બર સુધીનો સમય નવા વેપાર કામ કરવા માટે શ્રેષ્ઠ છે. જાન્યુઆરી ઉપરાંત મોટાભાગના જાતકોને ભાગ્યોદય પોતાના પુરુષાર્થ અને બુદ્ધિબળથી થશે. ફેબ્રુઆરીથી માર્ચના અંત સુધી મોટી સંખ્યામાં ધન પ્રાપ્તિનો યોગ છે. વિદ્યાર્થીઓ માટે વર્ષ ઉત્સાહજનક રહેશે.

મહિલાઓ માટે વર્ષનો ઉત્તરાર્ધ દાંપત્ય જીવન સુખી અને સમૃદ્ધિકારક વિશેષ રૂપથી હશે. એપ્રિલ 2022માં હનુમાનજી પર દરેક શનિવારે ચમેલીના તેલમાં સિંદૂર ઉમેરીને ચડાવવાથી લાભ થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો