એપશહેર

12th March Birthday Horoscope: જીવનસ્તર સુધરશે, પરિવારમાં સુખ-શાંતિ રહેશે

12th March Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. ગ્રહો-નક્ષત્રોની સ્થિતિને આધારે જાણો કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ? વર્ષના કયા મહિના શુભ રહેશે અને કયા વર્ગના જાતકોને વિશેષ લાભ થવાના યોગ બની રહ્યા છે? વાંચો, તારીખ 12 માર્ચનું જન્મદિવસ રાશિફળ.

Authored byશિવાની જોષી | I am Gujarat 12 Mar 2023, 7:39 am
આજે સિંગર શ્રેયા ઘોષાલ, એક્ટર વિદ્યુત જામવાલ અને સિંગર ફાલ્ગુની પાઠકનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ?
I am Gujarat shreya 1200


આ વર્ષ મંગળ બુધ અને ચંદ્રના પ્રભાવ ક્ષેત્રમાં રહેશે. માર્ચના બાકીના દિવસોમાં આયાત-નિકાસના વેપાર સાથે જોડાયેલા લોકોને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગયા વર્ષના બાકી રહી ગયેલા પ્રસંગો સામે આવી શકે છે. મેમાં આર્થિક મૂંઝવણ પરેશાન કરી શકે છે.

જૂન અને જુલાઈમાં કેટલાક એવા કામ મળી શકે છે જે લાભ અપાવે. ઓગસ્ટમાં તમારા કૌશલ્ય અને એકાગ્રતાથી જોખમી કાર્યો સરળ થઈ શકેછે. આ વર્ષના ઉત્તરાર્ધ સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં જીવનસ્તર ઊંચું આવશે. લોકો તમારા કૌશલ્યની પ્રશંસા કરશે.

નવેમ્બરથી ડિસેમ્બરમાં જો કોઈ કષ્ટ કે ચિંતા હોય તો શનિવારે સવારે સ્ટીલની વાટકીમાં સરસિયાનું તેલ ભરીને તેમાં પોતાનું મોં જોઈ લો અને વાટકી તેલ સહિત દાન કરી દો. આ પ્રકારે પાંચ શનિવાર સુધી કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહેશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024ના મધ્ય સુધીમાં શુભ વ્યયથી કીર્તિમાં વૃદ્ધિ થઈ શકે છે. મહિલાઓના સુખ-સન્માનમાં વધારો થશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો