એપશહેર

12 May Birthday Horoscope: જૂના વિવાદ ઉકેલવામાં મદદ મળશે, નોકરીમાં પ્રગતિ થશે, મંગળ કાર્યની યોજના બનશે

12 May Birthday Horoscope: આજે જેમનો જન્મદિવસ છે તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા. આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ સારું રહે તેવી શુભકામના.

Authored byમિત્તલ ઘડિયા | I am Gujarat 12 May 2022, 7:35 am
12 May Birthday Horoscope: આજે ટીવી એક્ટ્રેસ અદાન ખાન, અમૃતા પ્રકાશ, એક્ટર સુમરે પસરીચાનો જન્મદિવસ છે. તેમની સાથે આજે જે લોકોનો પણ જન્મદિવસ છે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના. આગામી એક વર્ષ કેવું રહેશે તે જાણો.
I am Gujarat adaa khan
12 મે જન્મદિવસ રાશિફળ


આ વર્ષના તમારા સ્વામી ગ્રહ બુધ છે. વર્ષ સ્વર્ણ પાદથી પ્રવેશ કરી રહ્યું છે, તેથી મે મહિનાની શરૂઆતથી જૂન મહિનાના અંત સુધી જૂના વિવાદો ઉકેલવામાં સફળતા મળશે. જુલાઈ અને ઓગસ્ટમાં સત્પુરુષોને મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઉચ્ચઅધિકારીઓની કૃપાથી નોકરીમાં ઉન્નતિ મળશે. નવેમ્બરમાં સંપત્તિ સંબંધિત વિવાદોનું સમાધાન આવશે.

ડિસેમ્બરમાં રાજનૈતિક પ્રતિદ્ધંદ્ધિયોનો વિરોધ ઉગ્ર રુપ ધારણ કરી શકે છે. તમારા મનની ગુપ્ત વાત અને પ્રગતિનું રહસ્ય કોઈને ન કહેશો. જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી કોઈ મંગળ કાર્યની યોજના બનશે. માર્ચમાં સાર્થક યાત્રા અને પર્યટનનો યોગ છે.

મહિલાઓ માટે દાંપત્ય સુખકારક સિદ્ધ થશે. વિદ્યાર્થીઓ માટે સાધારણ પરિશ્રમથી ઉત્તમ સફળતા મળશે. વિશેષ સારા પરિણામો માટે એપ્રિલમાં આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કોઈ વિદ્ધાન બ્રાહ્મણથી કરાવો અને બળદને દરરોજ ગોળ ખવડાવો - આચાર્ય કૃષ્ણદત્ત શર્મા
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો