એપશહેર

14th June Birthday Horoscope: જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થશે, સુખ-સમૃદ્ધિમાં વધારો થશે

14th June Birthday Horoscope: આજે જેમનો જન્મદિવસ છે તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા. આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ સારુ રહે તેવી શુભકામના.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 14 Jun 2022, 7:31 am
14th June Birthday Horoscope: આજે બોલિવુડ પ્લેબેક સિંગર જુબિન નૌટિયાલ, એક્ટ્રેસ અને સાંસદ કિરણ ખેર, એક્ટર શેખર સુમન, મ્યુઝિક ડિરેક્ટર અને કમ્પોઝર પ્રીતમનો જન્મદિવસ છે. તેમને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા. આ સિવાય આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ સારુ રહે તેવી શુભકામના.
I am Gujarat kirron kher
14 જૂન જન્મદિવસ રાશિફળ


આ વર્ષ રજત પાદથી પ્રવેશ કરી રહ્યું છે. જૂનના બાકીના દિવસોથી જુલાઈ સુધી આયાત-નિકાસના વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે, માર્ગમાં આવેલી મુશ્કેલીઓ દૂર થશે અને સારી તકની પ્રાપ્તિ થશે.

ઓગસ્ટ મહિનામાં બાકી રહેલા પ્રસંગો ઉભરાઈને સામે આવશે. સપ્ટેમ્બરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. ઓક્ટોબરમાં ગુપ્ત શત્રુ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. વર્ષના ઉત્તરાર્ધ નવેમ્બર-ડિસેમ્બરમાં ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાશો ત્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો સરળ બનાવશો.

માર્ચથી એપ્રિલ 2022 સુધીમાં જીવનસ્તર બદલી શકો છો. 1 મેથી લઈને 31 મે સુધીમાં કોઈ મુશ્કેલી દેખાય તો ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવશે.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો