એપશહેર

14th October Birthday Horoscope: મનની સમસ્યાનું સમાધાન થશે, શત્રુઓના ષડયંત્રથી ચેતવું

14th October Birthday Horoscope: આ વર્ષના સ્વામી ગુરુ રાહુ અને કેતુની વચ્ચે ફસાયેલા છે માટે મિશ્ર ફળકારક વર્ષ રહેશે. ગૃહશાંતિ માટે દર ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો. શત્રુઓના ષડયંત્રથી ચેતવું. સફળતા મળશે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 14 Oct 2022, 7:47 am
આજે એક્ટર પરમીત સેઠીનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat parmeet sethi


આ વર્ષના સ્વામી ગુરુ રાહુ અને કેતુની વચ્ચે ફસાયેલા છે માટે મિશ્ર ફળકારક વર્ષ રહેશે. ઓક્ટોબરના બાકીના દિવસોમાં મહત્વાકાંક્ષી પ્રકૃતિવાળા જાતકોની મનોકામના પૂર્ણ થશે. નવેમ્બરમાં નવી શોધ, રચનાત્મક કાર્યો માટે પ્રયત્નશીલ રહેશો. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. ડિસેમ્બર અને જાન્યુઆરી 2023માં સ્પર્ધામાં જીત થશે. સારગર્ભિત વાર્તાશૈલી ઉત્તમ રાખવી.

ફેબ્રુઆરી અને માર્ચમાં અનિચ્છાએ ક્યાંય જવું પડી શકે છે. એપ્રિલ અને મેમાં પણ પ્રવાસના યોગ છે. જૂન અને જુલાઈમાં મનની સમસ્યાનું સમાધાન પ્રકૃતિ સ્વયં કરી આપશે. વર્ષનો ઉત્તરાર્ધ ખુશીઓ લઈને આવી રહ્યો છે.

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વાદ-વિવાદમાં શત્રુઓનો પરાજય થતાં આનંદ થશે. ઓક્ટોબરના પ્રારંભથી 18 નવેમ્બર સુધી ગૃહશાંતિ માટે દર ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો. શત્રુઓના ષડયંત્રથી ચેતવું. સફળતા મળશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો