એપશહેર

15th September Birthday Horoscope: ભાગ્યોદય થશે, વિદ્યાર્થીઓ માટે વર્ષ ઉત્તમ

15th September Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 15 Sep 2022, 7:36 am
આજે એક્ટ્રેસ રમ્યા કૃષ્ણન, નેતા સુબ્રમણ્યમ સ્વામીનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat ramya krishnan1


આ વર્ષ ચાંદીના પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી મંગળ, બુધ ગ્રહ છે. મંગળ ભૂમિના સ્વામી, યુદ્ધ પ્રિય, સાહસી, અગ્રણી વ્યવસ્થાપક ગ્રહ છે. જેને બુધનું સાંનિધ્ય મળતાં બૌદ્ધિક ગુણવાળું, કુશળ વેપારી બનાવે છે.

સપ્ટેમ્બરના બાકીના દિવસોથી ઓક્ટોબરના અંત સુધીમાં ઘરેલુ સુખ-સાધન, વાહન-મકાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં શત્રુઓને મ્હાત આપી શકો છો. જાન્યુઆરીમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. માર્ચ-એપ્રિલમાં રોગ-દેવામાંથી મુક્તિ મળી શકે છે. નજીકના સંબંધીઓ તમારી આસપાસ ફરશે. મે અને જૂનમાં નકામી દોડદોડી થઈ શકે છે. વેપારનો વિસ્તાર થશે. ધાર્મિક સ્થળોએ પ્રવાસના યોગ.

જુલાઈથી ઓગસ્ટ સુધીમાં ગ્રહ યોગ તમારા પુરુષાર્થનું ફળ આપશે. વિદ્યાર્થીઓ માટે વર્ષ ઉત્તમ છે. ભાગ્યોદય થશે અને કીર્તિ વધશે. પ્રબળ વિરોધીઓ હોવા છતાં અંતે તો તમારી જ જીત થશે. શત્રુઓના પ્રયાસ વિફળ થશે. સફળતા પ્રાપ્ત થશે અને મનોરથ સિદ્ધિ થશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો