એપશહેર

17 ડિસેમ્બર જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓ અને મહિલાઓને શુભ પરિણામ આપશે વર્ષ

I am Gujarat 17 Dec 2020, 7:25 am
આજે એક્ટર સુરેશ ઓબેરોય, જોન અબ્રાહમ અને રિતેશ દેશમુખનો જન્મદિવસ છે. આ તમામને જન્મદિવસની શુભેચ્છાઓ. આ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભેચ્છા.
I am Gujarat riteish john


આ વર્ષે શુક્ર અને બુધ તમારા વર્ષાંકના સ્વામી છે. ડિસેમ્બરના બાકીના દિવસો અને જાન્યુઆરી મહિનામાં કલાત્મક અને નાના-મોટા રાજકીય કામોમાં સફળતા મળશે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વરિષ્ઠ અધિકારીઓ અને મહિલા વર્ગથી લાભ થશે.

ઘણા જાતકોને આ વર્ષે એપ્રિલથી મે સુધીમાં મનોવાંચ્છિત દાંપત્ય સહયોગ મળશે. જૂન અને જુલાઈમાં અનાવશ્યક પ્રપંચોને કારણે કાર્યનો વિસ્તાર થશે. ઓક્ટોબર 2021થી નવેમ્બરમાં ભાગદોડ વધારે રહેશે અને કાર્ય સિદ્ધિ સામાન્ય રહેશે.

ડિસેમ્બરની શરૂઆતથી અંત સુધીનો સમય નિરંતર લાભ અને મનોરથ સિદ્ધિકારક રહેશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અધિક પરિશ્રમ કરાવનારું તથા મહિલાઓ માટે અસામાન્ય રહેશે. વિશેષ શુભ પરિણામ માટે બુધવારે ગૌપૂજન કરવું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો