એપશહેર

17 જાન્યુઆરી જન્મદિવસ રાશિફળ: પ્રવાસનો આનંદ લેશો, આવકના સ્ત્રોત વધશે

I am Gujarat 17 Jan 2021, 7:31 am
આજે જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરનો જન્મદિવસ છે. આ ઉપરાંત હિન્દી સિનેમાની ટેલેન્ટેડ એક્ટ્રેસ રસિકા દુગ્ગલનો પણ બર્થ ડે છે. આ બંને સેલિબ્રિટીઝ સહિત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat raskia javed


વર્ષના સ્વામી સૂર્ય અને મંગળ ગ્રહ છે. રાશિના 12મા ઘરમાં શનિ, મંગળ, બુધનો ત્રિગ્રહી યોગ બની રહ્યો છે જે જાન્યુઆરીના બાકીના દિવસોમાં મોટા જોખમી કાર્યો કરાવી શકે છે. ફેબ્રુઆરીથી માર્ચના અંત સુધીમાં કોઈ રાજકીય વિવાદ ખતમ થઈ જશે.

એપ્રિલથી મેના મધ્ય સુધીમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવશે અને તેનું સમાધાન મળી જશે. જૂનથી જુલાઈમાં વ્યવસાય, વેપારમાં થોડો કષ્ટ થઈ શકે છે. ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં કેટલાક પારિવારિક મામલા ઉકેલાઈ શકે છે. ઓક્ટોબરથી નવેમ્બરમાં મિત્રોની સહાયતાથી કામકાજમાં ઉદાસી ખતમ થશે.

ડિસેમ્બરમાં પર્યટનનો આનંદ ઉઠાવશો. જાન્યુઆરી 2022ના અંતે કોઈ નવા કાર્યક્ષેત્રની યોજના બનશે. મહિલાઓ માટે વર્ષ જીવનસ્તર વધારનારું રહેશે. ઘર પરિવારના સભ્યોની આવકનો સ્ત્રોત વધશે. ત્રિગ્રહી યોગની શાંતિ માટે શ્રી મૃત સંજીવનીના સવા લાખ જાપ કરાવો. પીપળાના ઝાડ નીચે ચાર ચાંદીના પતરા રવિવારે મૂકવા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો