એપશહેર

17th March Birthday Horoscope: મહિલાઓ માટે લાભદાયી વર્ષ, શત્રુઓના ષડયંત્રથી બચવું

17th March Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેવાનું છે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ કેવું રહેવાનું છે. ગ્રહો-નક્ષત્રોની સ્થિતિને આધારે જાણો કે વર્ષના કયા મહિના શુભ રહેશે?

Authored byશિવાની જોષી | I am Gujarat 17 Mar 2023, 7:38 am
આજે બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલ અને એક્ટર નિકેતન ધીરનો જન્મદિવસ છે. આ બંનેને જન્મદિવસની શુભેચ્છા. આ સાથે જ આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat saina nehwal 1200


નવું વર્ષ રજત પગલે પ્રવેશ કરી રહ્યું છે. માર્ચના બાકીના દિવસોમાં રાજકારણ ક્ષેત્રે લાભ થઈ શકે છે. એપ્રિલમાં ગ્રહચાલ મધ્યમ રહેશે. શત્રુઓના ષડયંત્રથી બચવું. મે, જૂન અને જુલાઈ પૂર્વાપેક્ષા મુજબ શુભ રહેશે. વ્યયથી વધારે ખર્ચ થઈ શકે છે. કેટલાક જાતકોનો ભાગ્યોદય ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી થશે.

બુધની મદદથી મોટાભાગના જાતકોના બૌદ્ધિક, ધાર્મિક અને વ્યવસાયિક પ્રયાસ સાર્થક રહેશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં અનાવશ્યક પ્રપંચોના કારણે પરેશાની રહી શકે છે. બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા મહાનુભાવો ડિસેમ્બરમાં તમારા કામકાજનો વિસ્તાર કરી શકે છે. નોકરિયાત વર્ગના જાતકોને મનોવાંચ્છિત જગ્યાએ બદલી જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024માં સામાન્ય પ્રયાસો થકી મળી શકે છે.

31 માર્ચ સુધીમાં સ્થિતિ સામાન્ય સુખદ રહેશે. મહિલાઓ માટે વર્ષ વધારે લાભપ્રદ રહેશે. વિદ્યાર્થીઓને નિયમિત સહજ પરિશ્રમથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મંગળ તમારી રાશિ માટે અનુકૂળ ના હોવાથી શ્રીસુંદરકાંડના પાઠ નિયનિત રાત્રે 8 વાગ્યે ઘીનો દીવો પ્રગટાવીને 40 દિવસ સુધી કરવા. શનિવારે સંધ્યાકાળે પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો