એપશહેર

17 સપ્ટેમ્બર જન્મદિવસ રાશિફળ: આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે?

I am Gujarat 17 Sep 2020, 7:26 am
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat pm modi new4.


આ વર્ષે રાહુ અને નેપ્ચ્યુન તમારા પ્રતિનિધિ ગ્રહ છે. સપ્ટેમ્બરના અંત સુધી શનિ અને ગુરુની ચાલ તમારા માર્ગમાં કેટલાક અપ્રિય પ્રભાવ પાડી શકે છે. વર્ષના આરંભ એટલે કે ઓક્ટોબરમાં શનિ સૂર્યનો નવમ પંચમી યોગ હોવાથી વાદ-વિવાદથી બચીને રહેવું.

નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં તમારા સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. ખાવાપીવામાં ધ્યાન રાખવું જરૂરી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં સમય સાનુકૂળ રહેશે અને લાભદાયી સાબિત થશે. માર્ચ-એપ્રિલના અંતે નવો વેપાર શરૂ કરી શકો છો. મે મહિનામાં કષ્ટ પડી શકે છે.

જૂન મહિનામાં મૌલિક પક્ષ મજબૂત થશે. આ વર્ષે જુલાઈથી ઓગસ્ટ સુધીમાં નોકરિયાત વર્ગની મહિલાઓને વિશિષ્ટ લાભ થશે. વિદ્યાર્થીઓ સંકુચિત દ્રષ્ટિકોણથી અભ્યાસ કરશે તો સફળતા મેળવવી થોડી મુશ્કેલ બનશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો