એપશહેર

18 જુલાઈ જન્મદિવસ રાશિફળ: સંતોષજનક આર્થિક સફળતા અને નોકરીના યોગ

I am Gujarat 18 Jul 2021, 7:30 am
આજે બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા, ભૂમિ પેડનેકરનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat bhumi pc


મંગળ, ચંદ્રમા અને રાહુ વર્ષના સ્વામી છે. જુલાઈ 2021ના બાકીના દિવસોમાં સારી નોકરીના યોગ છે. જો તમે કોઈ જૂના વિવાદ અથવા મૂંઝવણમાં હશો તો આ બધાથી છૂટકારો મળશે. કેટલાક લોકોને વર્તમાનમાં શનિ-રાહુ-કેતુની દશાનો સામનો કરવો પડી શકે છે.

આગામી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વિશેષ પરિણામ બાદ સંતોષકારક આર્થિક સફળતાના યોગ છે. વેપારીઓને તેજી-મંદી અને પ્રતિસ્પર્ધાનો સામનો નવેમ્બરની શરૂઆતથી ડિસેમ્બરના અંત સુધી કરવો પડી શકે છે.

કેટલાક લોકોને જાન્યુઆરી 2022થી ફેબ્રુઆરી સુધી વાહન-મશીનરી વગેરે ખરીદવાથી લાભ થશે. માર્ચ અને એપ્રિલમાં ફરીથી વેપારમાં શિથિલતા આવશે. મે-જૂનમાં વેપારમાં તેજી આવશે. 1થી 11 જુલાઈ દરમિયાન મહિલાઓની મહત્વાકાંક્ષા પૂરી થશે. વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી સારી સફળતા મળી શકે છે. ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો