એપશહેર

01 એપ્રિલ જન્મદિવસ રાશિફળ: મંગળ અને ગુરુના પ્રભાવમાં રહેશે વર્ષ

I am Gujarat 1 Apr 2021, 7:25 am
આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી તેમજ એક્ટ્રેસ માહી વિજનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat mahhi vij n1


આ વર્ષ લોખંડના પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષ ગુરુ તથા મંગળના પ્રભાવ ક્ષેત્રે રહેશે. બંને પ્રબળ પ્રતાપી અને પોતપોતાની શુભ રાશિઓમાં ચાલી રહ્યા છે. એપ્રિલ અને મે મહિનાના અંત સુધીમાં જ્ઞાનમાં વૃદ્ધિ થશે.

જૂન-જુલાઈમાં આયાત-નિકાસના વેપાર સાથે જોડાયેલા જાતકોને વારંવાર નવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઓગસ્ટમાં વેપારની સારી તક પ્રાપ્ત થશે. ગયા વર્ષના બાકી રહેલા પ્રસંગો સામે આવશે.

સપ્ટેમ્બરમાં આર્થિક કષ્ટ પરેશાન કરી શકે છે. ઓક્ટોબરમાં કોઈ ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાવાનું થશે. નવેમ્બર અને ડિસેમ્બરમાં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી મુશ્કેલ કાર્યો સરળ થઈ જશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2022માં કાર્ય કુશળતાની પ્રશંસા થશે. માર્ચમાં ગાયને ઘાસ ખવડાવવું અને કીડીઓને દાળિયા ખવડાવા. સમય અનુકૂળ રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો