એપશહેર

1st February Birthday Horoscope: વેપારમાં સારી તક પ્રાપ્ત થશે, પરિવારમાં માંગલિક કાર્યનું આયોજન થશે

1st February Birthday Horoscope: આ વર્ષ શનિ અને ગુરુના પ્રભાવમાં રહેશે. રાહુ વચ્ચે વચ્ચે નાની-નાની વાતે ઉત્તેજિત કરી શકે છે. મહિલાઓ માટે આ વર્ષ જીવનસ્તર વધારનારું સાબિત થશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 1 Feb 2023, 7:36 am
આજે બોલિવુડ એક્ટર જેકી શ્રોફ, એક્ટ્રેસ મહક ચહલ અને મનોજ તિવારીનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat jackie s1200


આ વર્ષ શનિ અને ગુરુના પ્રભાવમાં રહેશે. રાહુ વચ્ચે વચ્ચે નાની-નાની વાતે ઉત્તેજિત કરી શકે છે. 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધીમાં આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એપ્રિલમાં અવારનવાર સારી તકની પ્રાપ્તિ થઈ શકે છે. મે, જૂન અને જુલાઈ વચ્ચે કેટલાય અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે.

ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ પરિવારમાં વિવાહ જેવા મંગળ કાર્યોની યોજના બની શકે છે. ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં મોટા પ્રમાણમાં ધન આગમન સાથે વ્યય પણ થઈ શકે છે. ડિસેમ્બરથી જાન્યુઆરી 2024ના અંત સુધીમાં ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાઈ શકો છો.

જાન્યુઆરી સુધીમાં તમારી કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો સરળતાથી પાર પાડી શકશો. મહિલાઓ માટે આ વર્ષ જીવનસ્તર વધારનારું સાબિત થશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો