એપશહેર

01 મે જન્મદિવસ રાશિફળ: મહિલાઓ માટે કામના પૂરી કરનારું વર્ષ

I am Gujarat 1 May 2021, 7:31 am
આજે બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને રાધિકા મદાનનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat radhika anushka


આ વર્ષે ચંદ્રમા, બુધ, મંગળ સહિત શનિ તમારા ભાગ્યાંકના સ્વામી ગ્રહ છે. મેના બાકીના દિવસોમાં વેપારમાં ખોટ થશે અથવા તો લાભ ઓછો રહેશે. જૂનના આરંભથી જુલાઈના અંત સુધી શુભ કાર્યોમાં વિલંબ થઈ શકે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરના મધ્યમાં ધંધો પાટા પર ચડી શકે છે.

ઓક્ટોબરમાં કોઈ ચમત્કારિક ઘટનાક્રમ અંતર્ગત ડૂબેલું નાણું પરત મળી શકે છે. નવેમ્બરમાં હરતા-ફરતા પણ કામમાં લાભ મળે તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આર્થિક સ્થિતિ વધુ સારી થશે. ફેબ્રુઆરી અને માર્ચના આરંભ સુધી પરિવારમાં મંગળ કાર્યોનું આયોજન થશે. વર્ષનું ઉત્તરાર્ધ મહિલાઓ માટે વિશેષ કામનાપૂરક અને ઐશ્વર્ય પ્રાપ્ત કરાવનારું રહેશે.

એપ્રિલ 2022ના અંત સુધીમાં વિદ્યાર્થી વર્ગને વિશેષ પરિશ્રમ છતાં સામાન્ય પરિણામ મળશે. આ વર્ષે તમે જે હાનિની આશંકાથી ભયભીત છો તે નહીં થાય. પારિવારિક જવાબદારીઓ વધશે. અનાવશ્યક વ્યય થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો