એપશહેર

20 એપ્રિલ જન્મદિવસ રાશિફળઃ ધંધામાં લાભ માટે કરવી પડશે મહેનત, આવકનો સ્ત્રોત વધશે

આજે જેમનો જન્મદિવસ છે તેમને ખૂબ-ખૂબ શુભકામના. આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ સારું રહે તેવી શુભેચ્છા

I am Gujarat 20 Apr 2021, 7:06 am
આજે બોલિવુડ એક્ટ્રેસ બબીતા અને મમતા કુલકર્ણીનો જન્મદિવસ છે. તેની સાથે આજે જેમનો પણ જન્મદિવસ છે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના.
I am Gujarat 20th april birthday jyotish for year 2021 to 2022
20 એપ્રિલ જન્મદિવસ રાશિફળઃ ધંધામાં લાભ માટે કરવી પડશે મહેનત, આવકનો સ્ત્રોત વધશે


તમારા માટે વર્ષના સ્વામી સૂર્ય અને મંગળ ગ્રહ બન્યા છે. રાશિથી પહેલા ઘરમાં સૂર્ય, કેતુ અને શનિનો ત્રિગ્રહી યોગ એપ્રિલના બાકીના દિવસોમાં તમારા માટે કેટલાક જોખમો ઉઠાવવા પડે શકે છે, પરંતુ ભગવાનના આશીર્વાદથી તમામ પડકારો સરળતાથી પસાર કરી જશો. મેથી લઈને જૂનના અંત સુધી કોઈ રાજકીય વિવાદનો અંત આવી જશે. જુલાઈના મધ્યમાં કોઈ પ્રકારની સમસ્યા આવીને ખતમ થઈ જશે.

ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર સુધી ધંધા-રોજગારમાં લાભની પ્રાપ્તિ માટે કપરી મહેનત કરવી પડી શકે છે. ઓક્ટોબરથી નવેમ્બરમાં પરિવારની સમસ્યાનો ઉકેલ આવશે. ડિસેમ્બર અને જાન્યુઆરી 2022માં મિત્રોની મદદથી કામકાજ પાર પડશે. ફેબ્રુઆરીમાં કોઈ પર્યટન યાત્રાનો આનંદ ઉઠાવશો.

માર્ચના અંત સુધી કોઈ નવી કાર્યક્ષેત્રની યોજના બનશે. મહિલાઓ માટે વર્ષ જીવનસ્તર વધારનારું સિદ્ધ થશે. એપ્રિલમાં પરિવારના સભ્યોની આવકનો સ્ત્રોત વધશે. ચતુર્ગ્રહી યોગની શાંતિ માટે શ્રીમૃત સંજીવની જાપ સવા લાખ કરાવો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો