એપશહેર

20th June Birthday Horoscope: કૌશલ્યના વખાણ થશે, આર્થિક પક્ષ મજબૂત બનશે

20th June Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજજ્વળ ભવિષ્યની હાર્દિક શુભકામના છે. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Edited byશિવાની જોષી | I am Gujarat 20 Jun 2022, 7:42 am
આજે એક્ટર રાહુલ ખન્ના, ભવ્ય ગાંધી, શોએબ ઈબ્રાહિમનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજજ્વળ ભવિષ્યની હાર્દિક શુભકામના છે. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat bhavya gandhi n


આ વર્ષ રજત પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી શુક્ર-મંગળ ગ્રહ છે. જીવન સાક્ષિણી-દેહધારી પ્રધાન ગ્રહ વર્ષપતિ મુંથાની ઉત્તમ સ્થિતિ જૂનના બાકીના દિવસોમાં આકસ્મિક લાભ કરાવી શકે છે. જુલાઈમાં લાંબા સમયથી પાછી ઠેલાઈ રહેલી યોજનાઓ પૂરી થશે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં નવી શોધ, રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે અને સમાજમાં માન-સન્માન વધશે. સ્પર્ધામાં વિજયી થશો.

ઓક્ટોબરમાં અનિચ્છાએ પણ ક્યાંય જવું પડી શકે છે. પોતાની વાર્તાશૈલી સારગર્ભિત રાખવી. નવેમ્બર અને ડિસેમ્બરમાં લોકો તમારા કૌશલ્યની પ્રશંસા કરશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં રહેણીકરણીનું સ્તર સુધરશે. શત્રુ પરાજિત થશે.

માર્ચ-એપ્રિલમાં દેવા-ઋણથી મુક્તિ મળશે. મેથી આર્થિક પક્ષ મજબૂત થશે. 1 જૂનથી ધાર્મિક સ્થળોએ પ્રવાસના યોગ છે. અધિક સફળતા માટે સ્નાન પછી સૂર્યનારાયણને જળ અર્પણ કરવું. હનુમાન ચાલીસાનો પાઠ કલ્યાણકારી સાબિત થશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો