એપશહેર

21 નવેમ્બર જન્મદિવસ રાશિફળ: કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ?

I am Gujarat 21 Nov 2020, 7:17 am
આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો જન્મદિવસ છે. આ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભેચ્છા.
I am Gujarat anandiben


આ વર્ષે બે પરસ્પર વિરોધી ગ્રહ તમારી આવક-જાવકના સ્વામી છે. આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરી સુધી કાર્યક્ષેત્રે ઘણા પરિવર્તન આવશે. ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન ખૂબ જ વ્યસ્ત રહેશો અને કામ ગંભીરતાથી કરવા. એપ્રિલમાં ઘરેલુ સુખ પ્રબળ થશે. મે મહિનામાં આર્થિક સ્તર ઊંચું ઉઠશે. જૂનમાં ફરીથી સંઘર્ષમય સ્થિતિમાંથી બહાર નીકળવાની તક મળશે.

જુલાઈથી ઓગસ્ટ 2021 સુધી લાંબું ખેંચાનારું કામ શીઘ્ર થઈ જતાં આશ્ચર્ય થશે. સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી નવા વિચાર અને કાર્યક્રમ લાભદાયક નીવડશે. નવેમ્બરના અંતે અગાઉ કરેલા કાર્યોનું શ્રેષ્ઠ ફળ મળશે. મહિલાઓના ઘરેલુ કષ્ટ દૂર કરનારું વર્ષ છે.

ડિસેમ્બરની શરૂઆતમાં વિદ્યાર્થીઓએ પોતાના વડીલો અને શિક્ષકોનું સન્માન કરીને જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની જરૂર છે. વધુ સારા પરિણામો માટે ચાંદીના આઠ ચોરસ ટુકડા રવિવારે પીપળાના મૂળમાં ચડાવી દેવા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો