એપશહેર

23 જાન્યુઆરી જન્મદિવસ રાશિફળ: નવો વેપાર શરૂ કરશો, મહિલાઓ માટે શુભ સમય

આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેવાનું છે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

I am Gujarat 23 Jan 2022, 7:38 am
આજે સિંગર રેખા ભારદ્વાજ, ફિલ્મ નિર્માતા-નિર્દેશ રમેશ સિપ્પીનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેવાનું છે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat rekha bharadwaj


આ વર્ષે રાહુ અને નેપ્ચ્યૂન તમારા પ્રતિનિધિ ગ્રહ બની રહેશે. જાન્યુઆરીના અંત સુધીમાં શનિ અને ગુરુની ચાલ તમારા માર્ગમાં કેટલાક અપ્રિય પ્રભાવ લાવી રહી છે કારણકે વર્ષના પ્રારંભ એટલે કે ફેબ્રુઆરીમાં શનિ સૂર્યનો ગુરુ-શુક્ર-બુધ યોગ રહેવાથી ઝઘડા અને વાદ-વિવાદ થઈ શકે છે. માર્ચથી એપ્રિલમાં સ્વાસ્થ્ય બગડી શકે છે માટે ખાવાપીવામાં સાવધાની રાખવી.

મે અને જૂન મહિનો અનુકૂળ અને લાભકારી સાબિત થશે. જુલાઈથી ઓગસ્ટના અંત સુધી કોઈ નવો વેપાર શરૂ કરી શકો છો. સપ્ટેમ્બરમાં કોઈ અણધારી આફત આવી શકે છે.

ઓક્ટોબરમાં મૌલિક પક્ષ મજબૂત રહેશે. આ વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન નોકરિયાત વર્ગની મહિલાઓને લાભ થશે. વિદ્યાર્થીઓ સંકુચિત દ્રષ્ટિકોણ રાખીને અભ્યાસ કરશે તો સફળતાનો માર્ગ મુશ્કેલ બનશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો