એપશહેર

23 જુલાઈ જન્મદિવસ રાશિફળ: પ્રતિષ્ઠા વધશે, શત્રુઓ પરાજિત થશે

I am Gujarat 23 Jul 2021, 7:27 am
આજે સિંગર, મ્યૂઝિક કમ્પોઝર અને એક્ટર હિમેશ રેશમિયાનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat himesh n1


આ વર્ષ સિંહ લગ્નમાં સુવર્ણ પગલે પ્રવેશ કરી રહ્યું છે અને મિશ્ર ફળકારક છે. જુલાઈના અંતે મહત્વાકાંક્ષી પ્રકૃતિવાળા લોકો માટે મનોરથ સિદ્ધિ કારક રહેશે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં નવી શોધ, રચનાત્મક કાર્યો માટે પ્રયત્નશીલ રહેશો. સમાજમાં પ્રતિષ્ઠા વધશે.

ઓક્ટોબર અને નવેમ્બરમાં સ્પર્ધામાં વિજયી થશો. વાર્તાશૈલી સારગર્ભિત રાખવી. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અચાનક ક્યાંય જવું પડી શકે છે. ફેબ્રુઆરી-માર્ચ 2022માં પ્રવાસના યોગ છે. એપ્રિલથી મેના અંત સુધીમાં મનની સમસ્યાઓનું સમાધાન પ્રકૃતિ કરી દેશે.

વર્ષના ઉત્તરાર્ધમાં ખુશીઓનું આગમન થશે. જૂનમાં શત્રુઓ પરાજિત થશે. ગ્રહ શાંતિ માટે જુલાઈમાં દર ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો. કાર્ય કુશળતાથી પ્રતિદ્વંદ્ધીઓ પર વિજય મેળવી શકો છો. ઘરવખરીમાં ઉપયોગી સામાન ખરીદશો. દાંપત્ય સુખ વધશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો