એપશહેર

23rd June Birthday Horoscope: આર્થિક કષ્ટ આવી શકે, વેપારીઓ માટે પણ મુશ્કેલ રહેશે સમય

23rd June Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 23 Jun 2022, 7:41 am
આજે એક્ટર અને નેતા રાજ બબ્બર, નેતા પ્રશાંત ભૂષણનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat raj babbar1
આજે અભિનેતા અને નેતા રાજ બબ્બરનો જન્મદિવસ છે.


આ વર્ષ મંગળ, બુધ અને ચંદ્રના પ્રભાવ ક્ષેત્રમાં રહેશે. જૂનના બાકીના દિવસોમાં આયાત-નિકાસ સાથે જોડાયેલા વેપારીઓને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જુલાઈથી ઓગસ્ટ સુધી સારી તક પ્રાપ્ત થશે. ગયા વર્ષના બાકી રહી ગયેલા પ્રસંગો સામે આવશે.

સપ્ટેમ્બરમાં આર્થિક કષ્ટ પરેશાન કરી શકે છે. ઓક્ટોબરમાં ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાશો. નવેમ્બરના બાકીના દિવસોમાં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો સરળ થઈ જશે. આ વર્ષના ઉત્તરાર્ધ જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2023 સુધીમાં જીવનસ્તર ઊંચું આવશે. લોકો તમારા કૌશલ્યના વખાણ કરશે.

માર્ચ અને એપ્રિલમાં કોઈ કષ્ટ કે ચિંતા બોય તો શનિવારે સવારે સ્ટીલની વાટકીમાં સરસિયું ભરીને તેમાં પોતાનો ચહેરો જોઈને વાટકી તેલ સહિત દાન કરી દેવી. આ પ્રકારે પાંચ શનિવાર સુધી કરવાથી મે મહિનામાં ઘરમાં સુખ-શાંતિ રહેશે. ગુમાવેલા ધનની વાપસી થઈ શકે છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો