એપશહેર

24 જાન્યુઆરી જન્મદિવસ રાશિફળ: મહિલાઓ માટે સારું રહેશે વર્ષ

I am Gujarat 24 Jan 2021, 7:29 am
આજે એક્ટ્રેસ રિયા સેન અને પ્રોડ્યુસર-ડાયરેક્ટર સુભાષ ઘઈનો જન્મદિવસ છે. આ સેલેબ્સ સહિત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat riya sen


વર્ષના સ્વામી સૂર્ય અને મંગળ ગ્રહ છે. રાશિના પ્રથમ ઘરમાં સૂર્ય અને રાશિ પર બુધ અને શુક્રનો યોગ બની રહ્યો છે. જાન્યુઆરીના બાકીના દિવસોમાં કેટલાક જોખમ ઉઠાવા પડી શકે છે. ફેબ્રુઆરીથી માર્ચના અંત સુધીમાં કોઈ રાજકીય વિવાદનો અંત આવશે.

એપ્રિલથી મે દરમિયાન કેટલીક સમસ્યાઓ આવશે અને અંત થઈ જશે. જૂનથી જુલાઈ સુધી તમારા વ્યવસાય-વેપારમાં થોડો કષ્ટ થશે. ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં કેટલાક પારિવારિક મામલાનો ઉકેલ આવશે. ઓક્ટોબરથી નવેમ્બરમાં મિત્રોની મદદથી કામકાજની નિરાશા દૂર થશે.

ડિસેમ્બરમાં પ્રવાસનો આનંદ લઈ શકો છો. જાન્યુઆરી 2022ની શરૂઆતમાં કોઈ નવા કાર્યક્ષેત્રની યોજના બની શકે છે. મહિલાઓ માટે વર્ષ જીવનસ્તર વધારનારું રહેશે. પરિવારના સભ્યોની આવકના સ્ત્રોત વધશે. જાન્યુઆરીમાં ગ્રહશાંતિ માટે શ્રી મૃત સંજીવનીના સવા લાખ જાપ કરાવો. પીપળાના ઝાડ નીચે શનિવારે ચાંદીના ચાર ચોરસ ટુકડા મૂકવા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો