એપશહેર

24 નવેમ્બર જન્મદિવસ રાશિફળઃ વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે

આજે લેખર સલીમ ખાનનો જન્મદિવસ છે. તેમની સાથે જે લોકોનો જન્મદિવસ છે તેમને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભેચ્છા

I am Gujarat 24 Nov 2020, 7:19 am
આજે સલમાન ખાનના પિતા અને પોપ્યુલર લેખક સલીમ ખાનનો જન્મદિવસ છે. તેને અને આજે જન્મેલા જાતકોને જન્મદિવસની શુભકામના.
I am Gujarat 24 november birthday horoscope in gujarati for year 2020 to 2021
24 નવેમ્બર જન્મદિવસ રાશિફળઃ વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે


આ વર્ષ ચંદ્રમા અને ગુરુ તમારા વાર્ષિક સ્વામી બન્યા છે. નવેમ્બરના બાકીના દિવસોથી ડિસેમ્બર સુધી તમારી માનસિકતા પર અને તમારી ગતિવિધિઓ પર સીધી અસર જોવા મળશે.

વ્યવસાયની દ્રષ્ટિથી આ વર્ષ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમે ચિંતિત સ્થિતિઓમાં રહેશો. માર્ચથી લઈને એપ્રિલના મધ્યમાં જ્યાં કામના લોકોનો સંપર્ક રહેશે. તો તમારી છુપાયેલી પ્રતિભા પણ ઉજાગર થશે. મેથી જૂનનો સમય વિશેષ ઉપલબ્ધિકારક રહેશે. જુલાઈ સુધીનો સમ કાર્યપ્રણાલીમાં ગતિ લાવનારો રહેશે. ઓગસ્ટ 2021થી સપ્ટેમ્બર સુધી જ્યાં કાર્યક્ષેત્રમાં સુધારો આવશે તો લાંબી યાત્રાનો અવસર પણ પ્રાપ્ત થશે.

મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે વર્ષનો ઉત્તરાર્ધ ઉન્નતિકારક અને શ્રેષ્ઠ છે. ઓક્ટોબરથી નવેમ્બરના મધ્ય સુધી અશુભ પ્રભાવથી દૂર રહેશો. ઉત્તમ પરિણામો માટે દરેક શુક્રવારે કોઈ નેત્રહિન વ્યક્તિને ખીર ખવડાવો. વર્ષ દરમિયાન શત્રુના ષડયંત્ર અને લોકાપવાદથી સતર્ક રહો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો