એપશહેર

24th December Birthday Horoscope: કાર્યક્ષેત્રે ખૂબ લાભ થશે, આર્થિક સ્તર ઊંચું આવશે

24th December Birthday Horoscope: આ વર્ષે બે પરસ્પર વિરોધી ગ્રહ તમારી આવક-જાવકના સ્થાનના સ્વામી બન્યા છે. આવતા વર્ષે ડિસેમ્બરના આરંભમાં વિદ્યાર્થીઓએ પોતાના વરિષ્ઠોના કડક વલણનું માન જાળવવું અને જીવનશૈલીમાં સુધારો કરવો. વધુ સારા પરિણામ માટે ચાંદીના આઠ ચોરસ ટુકડા રવિવારે પીપળાના મૂળમાં મૂકી દો. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Edited byશિવાની જોષી | I am Gujarat 24 Dec 2022, 7:29 am
આજે બોલિવુડ એક્ટર અનિલ કપૂર, એથલીટ નીરજ ચોપરા અને ક્રિકેટર પીયૂષ ચાવલાનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જનળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat anil kapoor 1200


આ વર્ષે બે પરસ્પર વિરોધી ગ્રહ તમારી આવક-જાવકના સ્થાનના સ્વામી બન્યા છે. આ વર્ષે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2023 સુધીમાં તમને કાર્યક્ષેત્રે ખૂબ લાભ થઈ શકે છે. માર્ચથી એપ્રિલ સુધી તમારે વ્યસ્ત અને ગંભીર રહેવું પડશે.

મે મહિનામાં ઘરેલુ સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે અને મન આનંદિત રહેશે. જૂનમાં આર્થિક સ્તર ઊંચું આવી શકે છે. જુલાઈમાં ફરી સંઘર્ષમય સ્થિતિ પેદા થઈ શકે છે પરંતુ તેમાંથી બહાર પણ આવી જશો. ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં લાંબા સમયથી ચાલી રહેલું કામ ઝડપથી પૂરું થતાં તમે રાહત અનુભવશો.

ઓક્ટોબરથી નવેમ્બરમાં નવા વિચાર અને કાર્યક્રમ લાભદાયક રહેશે. ડિસેમ્બર સુધીમાં અગાઉ કરેલા કાર્યોનું શુભ પરિણામ પ્રાપ્ત થશે. મહિલાઓ માટે વર્ષ સુખદ રહેશે અને પારિવારિક મૂંઝવણો દૂર થશે. આવતા વર્ષે ડિસેમ્બરના આરંભમાં વિદ્યાર્થીઓએ પોતાના વરિષ્ઠોના કડક વલણનું માન જાળવવું અને જીવનશૈલીમાં સુધારો કરવો. વધુ સારા પરિણામ માટે ચાંદીના આઠ ચોરસ ટુકડા રવિવારે પીપળાના મૂળમાં મૂકી દો.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો