એપશહેર

27th July Birthday Horoscope: લાભ થાય તેવા કાર્ય સાથે જોડાશો, ઘરમાં સુખ-શાંતિ રહેશે

27th July Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 27 Jul 2022, 7:31 am
આજે એક્ટ્રેસ ક્રિતી સેનન, રિન્કી ખન્ના, એક્ટર રાહુલ બોસ અને ઉદ્ધવ ઠાકરેનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat kriti sanon n1


તમારું વર્ષ મંગળ-બુધ અને ચંદ્રના પ્રભાવ ક્ષેત્રમાં રહેશે. જુલાઈના બાકીના દિવસોમાં આયાત અને નિકાસના વેપાર સાથે જોડાયેલા લોકોને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર સુધીમાં સારી તકની પ્રાપ્તિ થશે. ગયા વર્ષના બાકી રહી ગયેલા પ્રસંગો સામે આવી શકે છે. ઓક્ટોબરમાં આર્થિક કષ્ટ પરેશાન કરી શકે છે.

નવેમ્બરમાં કોઈ એવા કાર્ય સાથે જોડાશો જ્યાં લાભ થવાની સંભાવના વધારે છે. ડિસેમ્બરના બાકીના દિવસોમાં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો સરળ થઈ જશે. આ વર્ષના ઉત્તરાર્ધ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2023થી માર્ચ સુધીમાં જીવનસ્તર ઊંચું ઉઠી શકે છે. લોકો તમારા કૌશલ્યની પ્રશંસા કરશે.

એપ્રિલમાં જો કોઈ કષ્ટ કે ચિંતા હોય તો શનિવારે સવારે સ્ટીલની વાટકીમાં સરસિયું ભરીને તેમાં પોતાનું મુખ જોઈને વાટકી તેલ સહિત દાન કરી દેવી. આ પ્રકારે પાંચ શનિવાર સુધી કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહેશે. જૂન અને જુલાઈમાં મહિલાઓને કાર્યક્ષેત્રે ઉન્નતિ અને યશ મળશે. શત્રુઓના ષડયંત્રથી સાવધ રહો.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો