એપશહેર

28 ઓગસ્ટ જન્મદિવસ રાશિફળ: કાર્યક્ષેત્રે પરિવર્તન આવશે, ઘરેલુ સુખ વધશે

I am Gujarat 28 Aug 2021, 7:26 am
આજે એક્ટર કરણવીર બોહરા અને એક્ટ્રેસ લતા સભરવાલનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat karanvir b


આ વર્ષે પરસ્પર બે વિરોધી ગ્રહ તમારી આવક અને ખર્ચના સ્થાનના સ્વામી છે. આ વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બરના અંત સુધીમાં કાર્યક્ષેત્રે ઘણાં ફેરફાર આવશે. ઓક્ટોબર સુધી તમે વ્યસ્ત રહેશો અને ગંભીરતાથી આગળ વધવું પડશે. નવેમ્બરમાં ઘરેલુ સુખ પ્રબળ છે. ડિસેમ્બરમાં આર્થિક સ્તર ઊંચું ઉઠશે.

જાન્યુઆરી 2022માં સંઘર્ષમય સ્થિતિમાંથી બહાર નીકળવાની તક મળશે. ફેબ્રુઆરીથી માર્ચમાં લાંબા સમય સુધી ચાલનારું કાર્ય ઝડપથી પૂરું થતાં આશ્ચર્ય થશે. એપ્રિલ અને મે સુધીમાં નવો વિચાર અને કાર્યક્રમ લાભદાયક થશે. જૂનમાં કરેલા શ્રેષ્ઠ કાર્યોનું પરિણામ મળતાં આનંદ થશે. મહિલાઓ માટે ઘરેલુ કષ્ટ દૂર થતાં રાહત અનુભવશે.

જુલાઈની શરૂઆતમાં વિદ્યાર્થીઓએ પોતાના માતાપિતા, વડીલો અને ગુરુની વાતનું માન જાળવીને જીવનશૈલીમાં સુધારો લાવવો હિતકારી રહેશે. વધુ સારા પરિણામ માટે ચાંદીના આઠ ચોરસ પતરા લઈને રવિવારે પીપળાના મૂળમાં ચડાવી દેવા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો