એપશહેર

29th August Birthday Horoscope: આકસ્મિક ધન લાભના યોગ, ભાગ્યોદય થશે

29th August Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 29 Aug 2022, 7:41 am
I am Gujarat nagarjuna n

આજે બોલિવુડ સિંગર રિચા શર્મા અને એક્ટર નાગાર્જુન અક્કીનેનીનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

આ વર્ષ રજત પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી ગુરુ તમારા વિશેષ પરિશ્રમનું ફળ મળશે. સપ્ટેમ્બરમાં બૌદ્ધિક પ્રયાસોમાં આશા મુજબનું પરિણામ મળી શકે છે. ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં કેટલાક જાતકોને આકસ્મિક ધન લાભ થઈ શકે છે.

ડિસેમ્બર અને જાન્યુઆરી 2023માં દૂર અથવા નજીકની ધાર્મિક યાત્રા અને પ્રવાસના યોગ છે. ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં મંગળ ગ્રહ તમારા કર્મક્ષેત્રે હાવી થઈ શકે છે. એપ્રિલમાં નવા વેપારિક કાર્યોનું આયોજન થઈ શકે છે. મેના અંતે મોટાભાગના જાતકોનો ભાગ્યોદય બુદ્ધિબળ અને પુરુષાર્થથી થશે.

વિદ્યાર્થીઓ માટે વર્ષ સ્પર્ધામાં સફળતા અપાવનારું રહેશે. જૂનથી જુલાઈના અંત સુધીમાં કુંવારા જાતકોના લગ્ન ગોઠવાઈ શકે છે. વધુ સારા પરિણામ માટે હનુમાનજીની પૂજા અને મંગળવારનું વ્રત હિતકારી રહેશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો