એપશહેર

02 એપ્રિલ જન્મદિવસ રાશિફળ: સુખ-સમૃદ્ધિ વધશે, ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાશો

I am Gujarat 2 Apr 2021, 7:34 am
આજે બોલિવુડ એક્ટર અજય દેવગણ, કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા અને કોમેડિયન કપિલ શર્માનો જન્મદિવસ છે. આ ત્રણેય સેલિબ્રિટી સહિત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat remo ajay kapil


આ વર્ષ તાંબાના પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી મંગળ વૃષભ રાશિ પર પરિભ્રમણ કરી રહ્યા છે. ભૂતકાળના સંદર્ભે લાભ અને નવા કાર્યો થઈ શકે છે. એપ્રિલ સુધી આયાત-નિકાસના વેપાર સાથે જોડાયેલા લોકોની મુશ્કેલીઓ પૂરી થશે અને સારી તકની પ્રાપ્તિ થશે.

મે અને જૂન મહિનામાં જૂના બચેલા પ્રસંગો સામે આવશે અને સમૃદ્ધિ વધશે. જુલાઈ અને ઓગસ્ટમાં ગુપ્ત શત્રુ વ્યથિત કરશે. આ વર્ષના ઉત્તરાર્ધ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કોઈ ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાવાનું થશે ત્યાં નવેમ્બર-ડિસેમ્બરમાં તમારી કાર્ય કુશળતા અને એકાગ્રતાથી તમામ જોખમી કાર્યો પાર પડશે.

જાન્યુઆરી 2022થી ફેબ્રુઆરી સુધી જીવનસ્તર સુધરી શકે છે. માર્ચના અંતે હરવાફરવા પર ખર્ચ થશે. જો કોઈ મુશ્કેલી દેખાય તો બુધવારે રાત્રે અઢીસો ગ્રામ ચણાની દાળ પલાળીને સવારે તેમાં સવા સો ગ્રામ ગોળ ભેળવીને ગાયને ખવડાવતા રહો, તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો