એપશહેર

02 મે જન્મદિવસ રાશિફળ: કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ?

I am Gujarat 2 May 2021, 7:28 am
આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat horoscope-3-640x413


આ વર્ષ મંગળ, બુદ્ધ અને ચંદ્રના પ્રભાવ ક્ષેત્રમાં રહેશે. મે મહિનામાં આયાત-નિકાસના વેપાર સાથે જોડાયેલા લોકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જૂન અને જુલાઈમાં સારી તકની પ્રાપ્તિ થશે.

ગયા વર્ષના બાકી રહેલા પ્રસંગો સામે આવશે. ઓગસ્ટમાં આર્થિક કષ્ટ થઈ શકે છે. સપ્ટેમ્બરમાં કોઈ ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાવાનું થશે. ઓક્ટોબરના બાકીના દિવસોમાં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો સરળ થશે. આ વર્ષના ઉત્તરાર્ધ નવેમ્બર-ડિસેમ્બરમાં જીવનસ્તર ઊંચું આવશે. લોકો તમારા કૌશલ્યની પ્રશંસા કરશે.

ફેબ્રુઆરી અને માર્ચમાં કોઈ ચિંતા કે કષ્ટ હોય તો શનિવારે સવારે સ્ટીલની વાટકીમાં સરસિયું ભરીને તેમાં પોતાનું મોં જોવું અને વાટકી સરસિયા સહિત દાન કરી દેવી. આ રીતે પાંચ શનિવાર સુધી કરવાથી એપ્રિલ 2022 સુધીમાં ઘરમાં સુખ-શાંતિ રહેશે. ગુમાવેલું ધન પાછું મળી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો