એપશહેર

02 સપ્ટેમ્બર જન્મદિવસ રાશિફળ: જીવનસ્તર સુધરશે, પરાક્રમમાં વૃદ્ધિ થશે

I am Gujarat 2 Sep 2020, 7:22 am
આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભેચ્છા.
I am Gujarat horoscope-3-640x413


આ વર્ષ રજત પાદથી પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી શુક્ર-મંગળ ગ્રહ છે. જીવન સાક્ષિણી દેહધારી પ્રધાન ગ્રહ વર્ષપતિ મુંથાની ઉત્તમ સ્થિતિ સપ્ટેમ્બરમાં વિશેષ કૃપા અપાવશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં લાંબા સમયથી પાછળ ઠેલાઈ રહેલી યોજનાઓ પૂરી થશે. ઈષ્ટ મિત્રોનો સહયોગ મળશે.

ડિસેમ્બરમાં નવી શોધ, રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે. રાજ્યમાં માન-સન્માન વધશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં અનિચ્છાએ ક્યાંય જવું પડી શકે છે. પોતાની વાર્તાશૈલી સારગર્ભિત રાખો. માર્ચ-એપ્રિલમાં લોકો તમારી કાર્ય કુશળતાની પ્રશંસા કરશે. મે-જૂનમાં રહેણીકરણીનું સ્તર ઊંચું આવશે, જીવનસ્તર સુધરશે.

જુલાઈથી 30 ઓગસ્ટ સુધીમાં શત્રુઓ પરાજિત થશે. વધુ સફળતા માટે સ્નાન કર્યા પછી સૂર્યનારાયણને જળ ચડાવો. હનુમાન ચાલીસાનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. વેપારમાં ભાગીદારો સાથે તણાવ વધી શકે છે. સમસ્યાઓ હોવા છતાં પરાક્રમમાં વૃદ્ધિ થશે. શત્રુઓના ષડયંત્ર નિષ્ફળ જશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો