એપશહેર

30 ઓગસ્ટ જન્મદિવસ રાશિફળ: આવક વધારવા રવિવારે કરો આ નાનકડો ઉપાય

I am Gujarat 30 Aug 2020, 7:40 am
આજે બોલિવુડ અને પંજાબી ગીતોના સિંગર ગુરુ રંધાવાનો જન્મદિવસ છે. આ સિવાય આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસની હાર્દિક શુભકામના.
I am Gujarat guru randhawa


વર્ષના સ્વામી સૂર્ય અને મંગળ ગ્રહ છે. રાશિના 12માં ગ્રહમાં શનિ, મંગળ અને બુધનો ત્રિગ્રહી યોગ બનેલો છે. જે ઓગસ્ટના છેલ્લા બે દિવસમાં જોખમી કાર્યો કરાવી શકે છે. સપ્ટેમ્બરથી ઓક્ટોબરના અંત સુધી કોઈ રાજકીય વિવાદનો અંત આવશે. નવેમ્બર અને ડિસેમ્બરના મધ્યમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવશે પરંતુ તેનું નિરાકરણ પણ આવી જશે.

જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2021 સુધી વેપાર-ધંધામાં થોડું કષ્ટ પડી શકે છે. માર્ચ-એપ્રિલમાં પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવશે. મેથી જૂનમાં મિત્રોની મદદથી કામકાજની નિરાશા દૂર થશે. જુલાઈમાં કોઈ પર્યટન સ્થળે ફરવા જઈ શકો છો.

ઓગસ્ટના અંતે કોઈ નવા કાર્યક્ષેત્ર સાથે જોડાવાનું થઈ શકે છે. મહિલાઓ માટે આ વર્ષ જીવનસ્તર ઊંચું લાવનારું રહેશે. ઘર-પરિવારના સભ્યોની આવકના સ્ત્રોત વધશે. ત્રિગ્રહી યોગની શાંતિ માટે શ્રી મૃતસંજીવનીના સવા લાખ જાપ વિદ્ધાન બ્રાહ્મણ પાસે કરાવો. તેમજ પીપળાના ઝાડ નીચે રવિવારે ચાંદીના ચાર ચોરસ પતરા મૂકવા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો