એપશહેર

30 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આર્થિક સંકટ પરેશાનીમાં વધારો કરશે

I am Gujarat 30 Jul 2021, 7:23 am
આજે સિંગર સોનુ નિગમનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat sonu nigam n


આ વર્ષ શનિ અને ગુરુના પ્રભાવમાં રહેશે. રાહુ વચ્ચે-વચ્ચે તમને થોડા પરેશાન કરતા રહેશે. જુલાઈથી લઈને ઓગસ્ટના અંત સુધીમાં આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સપ્ટેમ્બરમાં વારંવાર સારી તક મળશે અને સમૃદ્ધિ વધશે.

ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં સુસ્તી અનુભવશો અને કામનો બોજો વધતો જશે. જાન્યુઆરી 2022થી ફેબ્રુઆરીમાં આર્થિક સંકટ પરેશાન કરશે તો બીજી તરફ પરિવારમાં વિવાહ જેવા મંગળ કાર્યનું આયોજન થઈ શકે છે. માર્ચથી એપ્રિલ સુધીમાં મોટા પ્રમાણમાં ધન આગમનની સાથે ખર્ચ પણ વધુ રહેશે.

મેથી જૂનના અંત સુધીમાં ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાવાનું થશે. જુલાઈમાં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો પાર પાડશો. મહિલાઓ માટે વર્ષ જીવનસ્તર વધારનારું રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો