એપશહેર

30th November Birthday Horoscope: ખર્ચ બાદ કાર્યો પૂરા થશે, પ્રવાસનો યોગ

30th November Birthday Horoscope: આ વર્ષ કર્ક લગ્નમાં પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી ચંદ્ર છે. આ વર્ષ ગુરુ, ચંદ્રમા અને શુક્ર મિશ્રિત છે. વધુ સક્રિયતા છતાં થોડી બેદરકારી નિરાશા અને નિષ્ફળતાનું કારણ બની શકે છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 30 Nov 2022, 7:44 am
આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat horoscope-3-640x413


આ વર્ષ કર્ક લગ્નમાં પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી ચંદ્ર છે. આ વર્ષ ગુરુ, ચંદ્રમા અને શુક્ર મિશ્રિત છે. વધુ સક્રિયતા છતાં થોડી બેદરકારી નિરાશા અને નિષ્ફળતાનું કારણ બની શકે છે. નવેમ્બરના બાકીના દિવસોથી ડિસેમ્બરના અંત સુધીમાં કોઈ કાર્ય સમયસર પૂરું ના કર્યું તો મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઈ શકો છો. માટે પોતાના કામ સમય પર પૂરા કરવાની કોશિશ કરો.

જાન્યુઆરી 2023માં નિયમિત કાર્યક્રમોમાં પરિવર્તન લાવવાથી યથોચિત લાભ થઈ શકે છે. ફેબ્રુઆરીથી માર્ચ સુધીનો સમય સ્વાસ્થ્ય માટે મુશ્કેલ રહી શકે છે. એપ્રિલ અને મે મહિના સુધીમાં બધા જ કાર્યો પરિશ્રમ અને ખર્ચ કર્યા બાદ પૂરા થશે. જૂન અને જુલાઈ મહિનામાં કોઈ મંગળ કાર્યની યોજના બની શકે છે.

ઓગસ્ટમાં તીર્થ યાત્રા અને પ્રવાસનો યોગ બની રહ્યો છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પોતાના જ્ઞાન અને મનોરંજન પાછળ ખર્ચ કરવો સુખદ સાબિત થઈ શકે છે. નવેમ્બરમાં ભાઈઓની મદદથી નવી યોજના અમલમાં મૂકાશે. સુંદરકાંડના પાઠ કરવા. વિદ્યાર્થીઓ માટે વર્ષ ઉત્તમ છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો