એપશહેર

31st March Birthday Horoscope: વ્યવસાયની હાલત સુધરશે, નોકરિયાત વર્ગ માટે અનુકૂળ પરિસ્થિતિ રહેશે

31st March Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 31 Mar 2022, 7:39 am
આજે ટીવી એક્ટ્રેસ પંખુડી અવસ્થી, ભારતીય ચેસ પ્લેયર કોનેરુ હંપી અને રાજકારણી મીરા કુમારનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat pankhuri n1


બુધ તથા સૂર્ય તમારા વર્ષના સ્વામી ગ્રહ છે. જીવ સાક્ષિણી દેહધારી પ્રધાન ગ્રહ મુંથા સપ્તમ પ્રમુખ કેંદ્રમાં બિરાજમાન છે. માર્ચના અંત સુધીમાં કેટલાક લોકો તમારા પક્ષમાં હંમેશા શુભકામના આપશે. એપ્રિલ અને મેમાં પોતાની વિખેરાયેલી શક્તિઓ સમેટી લેશો.

જૂન અને જુલાઈમાં કેટલાક સારા કાર્યો પૂરા થવાની સંભાવના રહેશે. ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં કામકાજના નવા રસ્તા ખુલશે. ઓક્ટોબરમાં વ્યવસાયની હાલત સુધરશે. જો તમે નોકરિયાત વર્ગના હો તો પરિસ્થિતિ અનુકૂળ રહેશે. ડિસેમ્બરના મહિનામાં પારિવારિક ઉત્તરદાયિત્વ પૂરા કરશો, શિક્ષણ, જ્ઞાન-વિજ્ઞાનમાં રૂચિ વધશે.

જાન્યુઆરી 2023થી ફેબ્રુઆરીના અંત સુધીમાં કામકાજની અચડણો દૂર થશે. મહિલાઓ માટે વર્ષ આર્થિક પક્ષે અનુકૂળ રહેશે. માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી વાંછિત સિદ્ધિ મળશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો