એપશહેર

03 એપ્રિલ જન્મદિવસ રાશિફળ: આ વર્ષે આકસ્મિક ધનલાભ થવાની સંભવાના

I am Gujarat 3 Apr 2021, 7:28 am
આજે કોરિયોગ્રાફર અને એક્ટર પ્રભુદેવા અને એક્ટર વિક્રાંત મેસ્સીનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat prabhu deva


આ વર્ષના સ્વામી મંગળ છે. ચંદ્રમા એકાદશ ભાવમાં હોવાથી વિશેષ પરિશ્રમનું ફળ મળશે. બૌદ્ધિક પ્રયાસોમાં સફળતા મળવાથી આનંદ થશે. કેટલાક જાતકોને એપ્રિલથી મે દરમિયાન આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ વર્ષે જૂન-જુલાઈમાં મંગળ ગ્રહ કર્મક્ષેત્રે હાવી રહેશે. આ સમય ઓગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી રહેશે.

ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન નવા વેપારિક કાર્યો કરી શકશો. ડિસેમ્બર બાદ મોટાભાગના જાતકોનો ભાગ્યોદય પુરુષાર્થ અને બુદ્ધિબળથી થશે. ડિસેમ્બરથી જાન્યુઆરી 2022 સુધી મોટી સંખ્યામાં ધન પ્રાપ્તિ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે વર્ષ ઉત્સાહજનક રહેશે. મહિલાઓ માટે વર્ષ દાંપત્ય સુખ વધારનારું અને સમૃદ્ધિ આપનારું રહેશે.

ફેબ્રુઆરીમાં દર શનિવારે હનુમાનજી પર ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચડાવું શુભ રહેશે. ઘરેલુ સ્તરે માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ, પ્રવાસ, તીર્થયાત્રાનો યોગ બની રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો