એપશહેર

5th August Birthday Horoscope: પ્રગતિનો માર્ગ મોકળો થશે, રોકાણથી લાભ થવાના યોગ

5th August Birthday Horoscope: આજે જન્મદિવસ છે. આ સેલિબ્રિટીઝની સાથે આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેવાનું છે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 5 Aug 2022, 7:39 am
આજે મનોરજંન જગતની ત્રણ જાણીતી સેલિબ્રિટીઝના જન્મદિવસ છે. એક્ટ્રેસ કાજોલ, જેનેલિયા ડિસૂઝા અને એક્ટર વત્સલ સેઠનો આજે જન્મદિવસ છે. આ સેલિબ્રિટીઝની સાથે આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેવાનું છે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat kajol nnn
આજે બોલિવુડ અભિનેત્રી કાજોલનો જન્મદિવસ છે.


આ વર્ષ તાંબાના પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી ગુરુ મીન રાશિ પર સંચાર કરી રહ્યા છે. એવામાં અગાઉ કરેલા રોકાણ અને પરિશ્રમથી લાભ મળશે. ઓગસ્ટના બાકીના દિવસોથી લઈને સપ્ટેમ્બર સુધીમાં આયાત-નિકાસના વેપાર સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલી દૂર થશે. સફળતાની સારી તક પ્રાપ્ત થશે. ઓક્ટોબરમાં બાકી રહેલા કાર્યો સામે આવશે અને તેના માટે પરિશ્રમ કરવો પડશે.

નવેમ્બરમાં સમૃદ્ધિ થશે. ડિસેમ્બરમાં ગુપ્ત શત્રુ પરેશાન કરી શકે છે. આ વર્ષના ઉત્તરાર્ધ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં સારી તક મળશે અને પ્રગતિનો માર્ગ મોકળો થશે. માર્ચથી એપ્રિલ સુધીમાં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો પાર પાડી શકશો.

મે અને જૂનમાં જીવનસ્તર સુધારી શકો છો. જુલાઈથી ઓગસ્ટ સુધીમાં જીવનમાં અનુકૂળતા અને પ્રગતિ માટે ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો