એપશહેર

05 જાન્યુઆરી જન્મદિવસ રાશિફળ: આકસ્મિક ધન લાભના યોગ, કામની પ્રશંસા થશે

આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છા. વર્ષનો દરેક મહિનો કેવો વિતશે જાણો વાર્ષિક રાશિફળમાં.

I am Gujarat 5 Jan 2022, 7:34 am
આજે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, એક્ટર ઉદય ચોપરા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છા.
I am Gujarat dp dimples


આ વર્ષ રજત પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી મંગળ ગ્રહ છે. જીવન સાક્ષિણી દેહધારી પ્રધાન ગ્રહ મુંથાની ઉત્તમ સ્થિતિ જાન્યુઆરી 2022ના બાકીના દિવસોમાં આકસ્મિક લાભ કરાવી શકે છે. ફેબ્રુઆરી અને માર્ચમાં ઘણાં સમયથી પાછી ઠેલાઈ રહેલી યોજનાઓ પૂરી થશે. ઈષ્ટ મિત્રોનો સાથ મળશે.

એપ્રિલમાં નવી શોધ, રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે. સમાજમાં માન-સન્માન વધશે અને વિદ્યાર્થીઓને સ્પર્ધામાં જીત મળશે. મે-જૂનમાં અનિચ્છાએ ક્યાંય જવું પડી શકે છે. પોતાના વાર્તાશૈલી સારગર્ભિત રાખવી. જુલાઈ અને ઓગસ્ટમાં લોકો તમારી કાર્ય કુશળતાની પ્રશંસા કરશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રહેણીકરણીનું સ્તર સુધરશે.

નવેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં શત્રુઓ પરાજિત થશે. વધુ સફળતા માટે સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું. હનુમાન ચાલીસાનો પાઠ પણ કલ્યાણકારી રહેશે. વેપારમાં ભાગીદારો સાથે તણાવ થઈ શકે છે. જાન્યુઆરી 2023માં મુશ્કેલીઓને પાર કરીને વૃદ્ધિ કરશો.

Read Next Story