એપશહેર

07 જાન્યુઆરી જન્મદિવસ રાશિફળ: મહિલાઓ માટે સમૃદ્ધિ વધારનારો સમય આવશે

I am Gujarat 7 Jan 2021, 7:28 am
આજે બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને સુપ્રિયા પાઠકનો જન્મદિવસ છે. આ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat bipasha basu


આ વર્ષના સ્વામી મંગળ છે. ચંદ્રમા એકાદશ ભાવમાં હોવાથી તમારા વિશેષ પરિશ્રમનું ફળ મળશે. બૌદ્ધિક પ્રયાસોમાં આશા મુજબની સફળતા પ્રાપ્ત થશે. કેટલાક જાતકોને જાન્યુઆરીથી ફેબ્રુઆરી અને માર્ચ એપ્રિલ સુધી આકસ્મિક ધનલાભ થઈ શકે છે.

આ વર્ષે મે મહિનામાં મંગળ ગ્રહ તમારા કર્મક્ષેત્ર પર હાવી રહેશે. આ સમય જૂન અને જુલાઈમાં પણ રહેશે. આ વર્ષે 1 ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીનો સમય નવા વ્યવસાયિક કાર્યો કરવા માટે ઉત્તમ છે. ઓક્ટોબર પછી મોટાભાગના જાતકોનો ભાગ્યોદય પુરુષાર્થ અને બુદ્ધિબળથી થશે.

નવેમ્બર મહિનો વિદ્યાર્થીઓ માટે ઉત્સાહવર્ધક રહેશે. ડિસેમ્બરમાં મહિલાઓના દાંપત્ય સુખમાં વધારો થશે અને સમૃદ્ધિકારક રહેશે. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2022 સુધી હનુમાનજી પર દર શનિવારે ચમેલીનું તેલ સિંદૂર ભેળવીને ચડાવવું શુભ રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો