એપશહેર

7th September Birthday Horoscope: નોકરીના સારા યોગ, મહિલાઓની મહત્વાકાંક્ષા પૂર્ણ થશે

7th September Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 7 Sep 2022, 7:41 am
આજે બોલિવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે, બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટા, નેતા સચિન પાયલટ અને શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat radhika mira
મીરા રાજપૂત અને રાધિકા આપ્ટેનો જન્મદિવસ છે


મંગળ, ચંદ્રમા અને રાહુ વર્ષના સ્વામી છે. સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં નોકરીના સારા યોગ છે. જો કોઈ જૂના વિવાદ, કેસ કે મૂંઝવણમાં ફસાયા હો તો ઓક્ટોબરમાં આ બધામાંથી મુક્તિ મળી શકે છે.

કેટલાક જાતકો જેમનો જન્મકાલીન ગ્રહ જટીલ છે અને હાલ શનિ અને રાહુ-કેતુની દશાથી ગ્રસ્ત છે તેમને આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં વિશેષ પરિશ્રમ ઉપરાંત સંતોષકારક આર્થિક સફળતા મળી શકે છે. વેપારીઓને પ્રતિસ્પર્ધા અને આર્થિક તેજી-મંદીનો સામનો જાન્યુઆરી 2023થી ફેબ્રુઆરીના અંત સુધી કરવો પડી શકે છે.

કેટલાક લોકોને માર્ચ-એપ્રિલ સુધી વાહન-મશીનરી ખરીદવાથી લાભ થઈ શકે છે. મે અને જૂનમાં વેપાર ફરી મંદ પડી શકે છે. જુલાઈ અને ઓગસ્ટમાં વેપારમાં તેજી આવશે અને લાભ થશે. સપ્ટેમ્બરમાં મહિલાઓની મહત્વાકાંક્ષા પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી લાભ થશે. ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો