એપશહેર

8 ઓગસ્ટ જન્મદિવસ રાશિફળ: આયાત-નિકાસના વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે

I am Gujarat 8 Aug 2020, 7:25 am
આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
I am Gujarat horoscope10


આ વર્ષ તાંબાના પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી મંગળ કુંભ રાશિ પર પરિભ્રમણ કરી રહ્યા છે. ભૂતકાળના સંદર્ભે લાભ થશે. ઓગસ્ટના બાકીના દિવસોમાં આયાત-નિકાસના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલીઓ દૂર થશે અને વારંવાર સારી તક પ્રાપ્ત થશે.

સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અધૂરા રહેલા કાર્યો પૂરા થશે અને સમૃદ્ધિ વધશે. નવેમ્બરમાં ગુપ્ત શત્રુ વ્યથિત કરી શકે છે. આ વર્ષના ઉત્તરાર્ધ ડિસેમ્બરમાં ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાવાનું થઈ શકે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો પૂરા કરી શકશો.

માર્ચ અને એપ્રિલ સુધીમાં જીવનસ્તરમાં ફેરફાર થઈ શકે છે. મે-જૂનના અંતે પ્રવાસ પર ખર્ચ કરી શકો છો. જો કોઈ મુશ્કેલી નડતી હોય તો બુધવારે રાત્રે અઢીસો ગ્રામ ચણાની દાળ પલાળીને ગુરુવારે સવારે તેમાં અઢીસો ગ્રામ ગોળ ઉમેરીને ગાયને ખવડાવી દો. આ ઉપાયથી ઘરમાં સુખ-શાંતિ આવશે. જુલાઈનો મહિનો વિદ્યાર્થીઓ માટે સારો રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો