એપશહેર

08 જાન્યુઆરી જન્મદિવસ રાશિફળ: દાંપત્ય સુખ વધશે, આકસ્મિક ધનલાભના યોગ

આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામના. જાણો, વર્ષના કયા મહિના શુભ રહેવાના છે.

I am Gujarat 8 Jan 2022, 7:28 am
આજે 'KGF' ફિલ્મના એક્ટર યશ, બંગાળી અભિનેત્રી અને સાંસદ નૂસરત જહાં, એક્ટ્રેસ સાગરિકા ઘાટકે અને એક્ટ્રેસ નફીસા અલીનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામના.
I am Gujarat yash new


આ વર્ષના સ્વામી મંગળ છે. ચંદ્રમા અગિયારમા ભાવમાં હોવાથી વિશેષ પરિશ્રમનું ફળ મળશે. બૌદ્ધિક પ્રયાસોમાં વધુ સફળતા મળતાં આનંદ થશે. કેટલાક જાતકોને જાન્યુઆરીના મધ્યથી લઈને ફેબ્રુઆરીના અંત સુધીમાં આકસ્મિક ધનલાભની તક મળી શકે છે.

આ વર્ષે માર્ચ-એપ્રિલમાં મંગળ ગ્રહ તમારા કર્મ ક્ષેત્ર પર હાવી રહેશે. આ સમય મેથી 28 જૂન સુધી રહેશે. આ વર્ષે જુલાઈથી ઓગસ્ટનો સમય નવા વેપારિક કાર્યો કરવા માટે શ્રેષ્ઠ છે. સપ્ટેમ્બરથી મોટાભાગના જાતકોનો ભાગ્યોદય પુરુષાર્થ અને બુદ્ધિબળથી થશે. ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં ફરી આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે.

વિદ્યાર્થીઓ માટે વર્ષ ઉત્સાહ વધારનારું રહેશે. મહિલાઓને વર્ષના ઉત્તરાર્ધમાં દાંપત્ય સુખ મળશે અને સમૃદ્ધિ પણ વધશે. ડિસેમ્બરમાં દર શનિવારે હનુમાનજી પર ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચઢાવવું શુભ રહેશે. ઘરેલુ સ્તરે માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ, પ્રવાસ અને તીર્થયાત્રાનો યોગ બની રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો