એપશહેર

9th September Birthday Horoscope: આકસ્મિક ધન લાભના યોગ, પરેશાનીઓ દૂર થશે

9th September Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 9 Sep 2022, 7:21 am
આજે બોલિવુડ એક્ટર અક્ષય કુમારનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat akshay kumar n6
આજે બોલિવુડ એક્ટર અક્ષય કુમારનો જન્મદિવસ છે


આ વર્ષ રજત પાદથી પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી શુક્ર અને મંગળ ગ્રહ છે. જીવન સાક્ષિણી દેહધારી પ્રધાન ગ્રહ વર્ષપતિ મુંથાની ઉત્તમ સ્થિતિ સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં આકસ્મિક લાભ કરાવી શકે છે.

ઓક્ટોબરમાં ખાસ્સા સમયથી ટળી રહેલી યોજનાઓ પૂરી થશે. ઈષ્ટ મિત્રોના સહયોગના સમાચાર મળશે. નવેમ્બર અને ડિસેમ્બરમાં નવી શોધ, રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે અને માન-સન્માનમાં વધારો થશે. જાન્યુઆરી 2023માં રોગ-ઋણમાંથી મુક્તિ મળશે. નજીકના સંબંધીઓ તમારી આસપાસ ફરશે. માર્ચ-એપ્રિલમાં વેપારના વિસ્તાર માટે ભાગદોડ કરી શકો છો. ધાર્મિક સ્થળોએ પ્રવાસના યોગ છે.

મે મહિનામાં વિદ્યાર્થીઓને સાધારણ પરિશ્રમથી ઉચ્ચ સફળતા મળી શકે છે. ઘણાં સંઘર્ષ બાદ લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. આ વર્ષે ધીરે-ધીરે ભાગ્યનો સાથ મળશે. જૂન મહિનામાં આર્થિક કષ્ટ પર રોક લાગશે. જુલાઈ મહિનો નોકરિયાત વર્ગની મહિલાઓ માટે ખાસ રહેશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સ્વાસ્થ્ય સાચવવું, ખાવા-પીવામાં ચરી પાડવી.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો