એપશહેર

2nd April Birthday Horoscope: સ્વાસ્થ્યની કાળજી લેવી, વેપારીઓને સારી તક મળશે

2nd April Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકો માટે આગામી એક વર્ષ કેવું રહેવાનું છે? વર્ષના કયા મહિના દરમિયાન લાભ થશે અને કયા મહિનામાં સાચવવું પડશે? ગ્રહો-નક્ષત્રોની સ્થિતિને આધારે જાણી લો કે, આજે જન્મેલા જાતકો માટે શું કહે છે વર્ષફળ?

Authored byશિવાની જોષી | I am Gujarat 2 Apr 2023, 7:41 am
આજે બોલિવુડ એક્ટર અજય દેવગણ, કોમેડી કિંગ કપિલ શર્મા અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat ajay devgan 1200


આ વર્ષે તમારા જીવન પર ગુરુ અને શુક્રનો મિશ્ર પ્રભાવ જોવા મળશે. એપ્રિલના બાકીના દિવસોમાં આયાત-નિકાસના વેપાર સાથે જોડાયેલા વેપારીઓને ઘણીવાર સારી તકની પ્રાપ્તિ થઈ શકે છે. જૂન અને જુલાઈમાં વધુ સક્રિયતા છતાં અપેક્ષિત પરિણામ નહીં મળતા માયૂસી રહેશે.

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કાર્ય સમયસર પૂરા ના કર્યા તો શત્રુઓ પરેશાન કરી શકે છે અને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં નિયમિત કાર્યક્રમમાં ફેરફાર કરવાથી યથોચિત લાભ થઈ શકે છે. ડિસેમ્બર અને જાન્યુઆરી 2024માં સ્વાસ્થ્ય મધ્યમ રહી શકે છે. બધા જ કાર્યો થોડા ખર્ચ અને મૂંઝવણો બાદ પૂરા થઈ શકે છે.

ફેબ્રુઆરીમાં મંગળ કાર્યની યોજના બનશે. માર્ચથી એપ્રિલના મધ્ય સુધીમાં સાર્થક યાત્રા અને પ્રવાસના યોગ છે. પોતાના પરિવારના મનોરંજન પાછળ ખર્ચ કરવો સુખદ સાબિત થશે. જેનાથી તમારી જ્ઞાન વૃદ્ધિ થશે અને પરિવારનો કંટાળો દૂર થશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો