એપશહેર

17th April Birthday Horoscope: કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ?

17th April Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. વર્ષના કયા મહિના તમારા માટે શુભ રહેવાના છે? વેપારી વર્ગ, મહિલા વર્ગ અને વિદ્યાર્થી વર્ગ માટે વર્ષ કેવું રહેવાનું છે? આ બધા જ સવાલોના જવાબ વાંચો જન્મદિવસ રાશિફળમાં.

Authored byશિવાની જોષી | I am Gujarat 17 Apr 2023, 7:36 am
આજે એક્ટર ચિયાન વિક્રમ, સિદ્ધાર્થ, કિન્શુક મહાજન અને ક્રિકેટર દિનેશ મોંગિયાનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ?
I am Gujarat birthday horoscope


મીન રાશિના ગુરુ અને તુલા રાશિના કેતુ, મેષના રાહુ-મંગળનું મિશ્ર ફળ તમારા વર્ષ પર પ્રભાવ નાખશે. કેટલીકવાર તમે નકામી આશંકા રાખવાના કારણે માનસિક રૂપે પરેશાન રહી શકો છો. એપ્રિલના બાકીના દિવસોથી મે મહિના સુધી તમે કોઈ કાર્ય સમયસર પૂરા ના કર્યા તો પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

પોતાનાથી વધુ શક્તિશાળી વ્યક્તિ સાથે શત્રુતા કે સંઘર્ષ કરવાથી તમારે બચવું પડશે. જૂન અને જુલાઈમાં સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે એટલે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કોઈ માંગલિક કાર્ય કે વિવાહની યોજના બની શકે છે. ઓક્ટોબરથી નવેમ્બરમાં સાર્થક યાત્રાના યોગ છે.

ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024 સુધી વ્યક્તિગત જ્ઞાન અને મનોરંજન પાછળ ખર્ચ કરવો લાભપ્રદ રહેશે. વર્ષ દરમિયાન થોડી મહેનતથી સુખ-શાંતિ અને ધનની પ્રાપ્તિ થશે. ફેબ્રુઆરી અને માર્ચમાં સારા પરિણામો માટે ગુરુવારે પીળા ફળ અને મિષ્ટાન્નનું દાન કરતા રહો.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો