એપશહેર

17th September Birthday Horoscope: કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ?

17th September Birthday Horoscope: આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 17 Sep 2022, 7:30 am
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એક્ટ્રેસ સનાયા ઈરાની અને નિયા શર્માનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat pm modi new 17


આ વર્ષે શનિ-મંગળ અને શુક્રનો વિશેષ પ્રભાવ તમારા વર્ષફળ પર પડશે. વર્ષ અત્યંયત શુભ ફળકારક છે તેમ છતાં થોડી પણ બેદરકારી દાખવી તો ગુપ્ત શત્રુ સક્રિય થઈને તમને પરેશાન કરી શકે છે. સપ્ટેમ્બરના બાકીના દિવસો અને ઓક્ટોબરમાં કોઈ મહિલાની મદદ મળશે. નવેમ્બર અને ડિસેમ્બરમાં નિયમિત કાર્યક્રમોમાં ફેરફાર લાવવાથી યથોચિત લાભ મળી શકે છે.

જાન્યુઆરી 2023માં આર્થિક કષ્ટ પરેશાન કરી શકે છે. ફેબ્રુઆરી અને માર્ચમાં ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાવાનું થઈ શકે છે. એપ્રિલમાં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો સરળ થઈ જશે. આ વર્ષના ઉત્તરાર્ધ મે અને જૂનમાં તમારું જીવનસ્તર ઊંચું ઊઠી શકે છે અને લોકો તમારા કાર્ય કૌશલ્યની પ્રશંસા કરશે.

જુલાઈ અને ઓગસ્ટના અંત સુધીમાં કોઈ કાર્ય સમયસર પૂરા ના થયા તો વિશ્વાસઘાત થઈ શકે છે. મહિલાઓનું દાંપત્યજીવન સુખાકારી રહેશે. વિદ્યાર્થીઓને સાધારણ પરિશ્રમથી સફળતા મળશે. આ વર્ષ સન્માન અપાવનારું અને અટકેલા કાર્યો પૂર્ણ કરનારું બની રહેશે. ધાર્મિક કાર્યો અને પ્રવાસ પાછળ ખર્ચ થઈ શકે છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો