એપશહેર

4th February Birthday Horoscope: ફેબ્રુઆરીના બાકીના દિવસોમાં લાભ, જાણો કેવું રહેશે આખું વર્ષ?

4th February Birthday Horoscope: આ વર્ષ રજત પગલે પ્રવેશી રહ્યું છે. વર્ષના સ્વામી શુક્ર અને મંગળ ગ્રહ છે. જીવનસાક્ષિણી દેહધારી પ્રધાન ગ્રહ મુંથાની ઉત્તમ સ્થિતિ ફેબ્રુઆરીના બાકીના દિવસોમાં લાાભ કરાવી શકે છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 4 Feb 2023, 7:39 am
આજે એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર અને એક્ટર વરુણ શર્માનો જન્મદિવસ છે. આ બંને સેલિબ્રિટીઝ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat urmila 1200


આ વર્ષ રજત પગલે પ્રવેશી રહ્યું છે. વર્ષના સ્વામી શુક્ર અને મંગળ ગ્રહ છે. જીવનસાક્ષિણી દેહધારી પ્રધાન ગ્રહ મુંથાની ઉત્તમ સ્થિતિ ફેબ્રુઆરીના બાકીના દિવસોમાં લાાભ કરાવી શકે છે. માર્ચમાં લાંબા સમયથી ટળી રહેલી યોજનાઓ પૂરી થશે. ઈષ્ટ મિત્રોની મદદના સમાચાર મળશે.

એપ્રિલમાં નવી શોધ, રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે અને સ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરશો. મે અને જૂનમાં અનિચ્છાએ ક્યાંય જવું પડી શકે છે. વાર્તાશૈલી સારગર્ભિત રાખવી.

જુલાઈ અને ઓગસ્ટમાં લોકો તમારા કૌશલ્યની પ્રશંસા કરશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તમારી રહેણીકરણીનું સ્તર સુધરી શકે છે. શત્રુઓ પરાજિત થશે. નવેમ્બર અને ડિસેમ્બરમાં દેવા અને રોગમાંથી મુક્તિ મળી શકે છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024માં આર્થિક પક્ષ મજબૂત બનશે. ધાર્મિક સ્થળોએ પ્રવાસનો યોગ છે. વધુ સફળતા માટે સૂર્યનારાયણને જળ અર્પણ કરો. આ સિવાય હનુમાન ચાલીસાનો પાઠ કલ્યાણકારી સાબિત થશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો