એપશહેર

21st October Birthday Horoscope: કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ?

21st October Birthday Horoscope: આ વર્ષે રાહુ અને નેપ્ચ્યૂન તમારા વર્ષના પ્રતિનિધિ ગ્રહ છે. વિદ્યાર્થીઓ સંકુચિત દ્રષ્ટિકોણથી અભ્યાસ કરશે તો સફળતાનો માર્ગ મુશ્કેલ થશે. નોકરિયાત વર્ગની મહિલાઓના જીવનમાં વિશેષ ફળ આપનારો સમય આવશે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 21 Oct 2022, 7:49 am
I am Gujarat kulbhushan kharbanda

આજે એક્ટર કુલભૂષણ ખરબંદા અને નેતા ફારુક અબ્દુલ્લાનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

આ વર્ષે રાહુ અને નેપ્ચ્યૂન તમારા વર્ષના પ્રતિનિધિ ગ્રહ છે. ઓક્ટોબરના અંત સુધી શનિ અને ગુરુની ચાલ આ વર્ષે તમારા માર્ગમાં કેટલાક અપ્રિય પ્રભાવ આપી શકે છે કારણકે વર્ષના આરંભમાં એટલે કે નવેમ્બરમાં શનિ-સૂર્યનો ગુરુ શુક્ર બુધ યોગ રહેવાથી ઝઘડા વિવાદથી બચેલા રહેવું. ડિસેમ્બરથી જાન્યુઆરી 2023 સુધી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. ખાવાપીવામાં ચરી પાડવી જરૂરી છે.

ફેબ્રુઆરી અને માર્ચનો સમય ખૂબ અનુકૂળ અને લાભકારી સાબિત થશે. એપ્રિલથી મેના અંત સુધી કોઈ ધ્યાન આપ્યા વિના વેપારના નવા ક્ષેત્રે પ્રવેશ કરી શકો છો નહીં તો જૂનમાં ઘેરાઈ શકો છો.

જુલાઈમાં તમારો મૌલિક પક્ષ મજબૂત થશે. આ વર્ષ ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં નોકરિયાત વર્ગની મહિલાઓના જીવનમાં વિશેષ ફળ આપનારો બની શકે છે. વિદ્યાર્થીઓ સંકુચિત દ્રષ્ટિકોણથી અભ્યાસ કરશે તો સફળતાનો માર્ગ મુશ્કેલ થશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો