એપશહેર

આજે રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ યોજાશે

I am Gujarat 10 Jul 2016, 12:25 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat chaturmas of padmasagarsurishwarji to begin from today
આજે રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ યોજાશે


રાષ્ટ્રસંત, આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાનો મંગલમય ચાતુર્માસ પ્રવેશ તા.૧૦ જુલાઇના રોજ પુષ્પદંત જૈન સંઘ, વાસુપૂજ્ય સોસા. સેટેલાઇટ ખાતે થશે. આ પ્રસંગે ૪૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો નિશ્રા પ્રદાન કરશે.

આ પહેલાં બોપલથી સવારે ૮.૦૦ વાગ્યે પ્રવેશયાત્રાનો શુભારંભ થશે. જેમાં, હાથી – ઘોડા – બગીઓ – વિવિધ મંડળીઓ, બેન્ડ બાજા અને શરણાઈના સૂર સાથે વાજતે – ગાજતે પુષ્પદંત જૈન સંઘમાં આ યાત્રા પહોંચશે. સંઘમાં ભવ્ય ધર્મસભાના આયોજન સાથે પ્રવચન – ઉદ‌્બોધન – સત્કાર સમારોહ થશે. સવારે ૯.૧૫ વાગ્યે ધર્મસભાનો પ્રારંભ થશે, એમ મુનિરાજ ભક્તિચંદ્રવિજયજી મ.સા.એ જણાવ્યું છે.
આ પ્રસંગે ગુરુભક્ત અદાણી પરિવાર, ટોરેન્ટ પરિવાર તથા દેશભરના વિવિધ શહેરોથી ગુરુભક્તો અને અમદાવાદના જૈન સંઘોના શ્રેષ્ઠીઓ, મોભીઓ, શ્રદ્ધાળુઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. શાસન સમ્રાટ સમુદાયના ગચ્છનાયક આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિનો ચાતુર્માસ પ્રવેશ પણ૧૦મીએ, રવિવારે આચાર્ય વિજય દેવસૂરીશ્વરજી આરાધના ભવન-દેવબાગ ઉપાશ્રયે થશે. પૂજ્યશ્રીનું સામૈયું મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિર, શાંતિવન-પાલડીથી સવારે ૮.૩૦ કલાકે દેવબાગ ખાતે પહોંચશે. જિનાલયમાં પ્રભુ દર્શન-ચૈત્યવંદન કર્યા બાદ ઉપાશ્રયમાં પ્રવેશ કરી માંગલિક પ્રવચન ફરમાવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો