Daily Astrological Prediction In Gujarati For 4 July
4 જુલાઈનું રાશિફળ: જાણો, આજનો દિવસ કોના માટે છે શુભ
I am Gujarat3 Jul 2017, 11:48 pm
મેષ(Aries):
જાહેર ક્ષેત્રમાં લોકોની પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. લક્ષ્મીજીની કૃપા રહેશે. કુટુંબ અને દામ્પત્યજીવનમાં સુખ અને સંતોષનો અનુભવ કરશો. વાહન સુખ મળશે. પ્રિય વ્યક્તિનો પ્રેમ પ્રાપ્ત કરી શકશો.
નવાં કાર્યોની શરૂઆત માટે આજે અનુકૂળ દિવસ છે. સ્ત્રીમિત્રો પાછળ ધનખર્ચ થશે. શારીરિક અને માનસિક અસ્વસ્થતાને કારણે ઉત્સાહમાં ઘટાડો થશે. વિદ્યાર્થીઓ માટે સામાન્ય રીતે સમય સારો છે.
કર્ક(Cancer):
આજે આનંદ અને સ્ફૂર્તિનો અભાવ રહેશે. મનમાં ખિન્નતા રહેશે. છાતીમાં દુખાવો કે કોઈ અન્ય કારણથી તકલીફ થશે અને અનિદ્રા સતાવશે. ધન ખર્ચ થશે.
સિંહ(Lio):
મિત્રો અને સ્વજનો સાથે લઘુ પ્રવાસ કરશો. આર્થિક લાભ મળશે. પ્રિય વ્યક્તિની મુલાકાત મનને આનંદિત કરશે. ભાગ્યવૃદ્ધિનો પ્રબળ યોગ છે. નવા કાર્ય કે યોજના સ્વીકાર કરવા માટે અનુકૂળ દિવસ છે.
કન્યા (Virgo):
આજે તમારી મધુર વાણીનો જાદુ અન્ય લોકોને પ્રભાવિત કરશે. પ્રવાસની સંભાવના છે. મિષ્ટાન્ન સાથે મનપસંદ ભોજન મળશે. આયાત-નિકાસના વેપારમાં સારી સફળતા મળશે.
તુલા(Libra):
સૃજનાત્મક કામ કરશો. કાર્ય સફળ બનશે. અલંકાર, વસ્ત્ર, મોજશોખનાં સાધન તથા મનોરંજન પાછળ આજે પૈસા ખર્ચ થશે. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી તથા પ્રિય વ્યક્તિનો સહવાસ રોમાંચક અને આનંદદાયક રહેશે.
વૃશ્ચિક(Scorpio):
આજે આનંદપ્રમોદ તથા મનોરંજન પાછળ પૈસા ખર્ચ કરશો. માનસિક ચિંતા અને શારીરિક તકલીફોથી પરેશાન થશો. અસંયમિત વાણી કે વ્યવહાર ઝઘડા-ઝંઝટનું કારણ બની શકે છે.
નોકરીમાં ઉચ્ચ પદાધિકારીઓ સાથે સંભાળીને ચાલવું. મોજશોખ તથા હરવાફરવા પાછળ ધનખર્ચ થશે. સંતાનના વિષયમાં ચિંતા થશે. પ્રતિસ્પર્ધીઓ સાથે ચર્ચામાં ન ઊતરવું. વિદેશમાંથી સમાચાર મળશે.
મીન(Pisces):
આકસ્મિક ધનલાભનો યોગ છે. માનસિક તથા શારીરિક શ્રમને કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. શરદી, શ્વાસની તકલીફ, ખાંસી અને પેટનો દુખાવો વધશે. વિરાસત સંબંધી લાભ થશે. અનૈતિક કામવૃત્તિ પર સંયમ રાખવો.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.